નવા વર્ષથી ટીવી, ફ્રિઝ, વોશિંગ મશીન મોંઘા થશે, કિંમત 10 ટકા વધી જશે

Business
Business

એલજી, પેનાસોનિક સહિતની કંપનીઓએ વધારાનો નિર્ણય લઈ લીધો

નવા વર્ષે એટલે કે જાન્યુઆરીથી એલઈડી ટીવી, રેફ્રિઝરેટર, વોશિંગ મશીન સહિતના અનેક સામાનની કિંમતોમાં 10 ટકો વધારો થઈ શકે છે. તાંબુ, એલ્યુમિનિયમ અને ઈસ્પાત જેવા કાચા માલનો ખર્ચ વથવા અને પરિવહન ભાડું મોંઘુ થવાને કારણે કિંમતોમાં વધારાની સંભાવના છે. વિનિર્માતાઓએ કહ્યું કે આ ઉપરાંત સપ્લાયમાં ઘટાડાને કારણે ટીવી પેનલ (ઓપન સેલ)ની કિંમતો પણ બમણી વધી ચૂકી છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાની સાથે જ પ્લાસ્ટિક પણ મોંઘુ થઈ ગયું છે. તેમણે કહ્યું કે એલજી, પેનાસોનિક અને થોમસન જેવા વિનિર્માતાઓ માટે જાન્યુઆરીથી કિંમતોમાં વધારો થશે જ્યારે સોની હજુ પણ સ્થિતિની સમીક્ષા કરી રહી છે.

પેનાસોનિક ઈન્ડિયાના પ્રમુખ અને સીઈઓ મનિષ શર્માએ કહ્યું કે અમારું માનવું છે કે નજીકના ભવિષ્યમાં અમારા ઉત્પાદનોની કિંમતોમાં વધારો થશે. મારું અનુમાન ચે કે જાન્યુઆરીમાં 6થી 7 ટકાનો વધારો થશે અને નાણાકીય વર્ષના પ્રથમ ત્રિ-માસિક ગાળા સુધીમાં તે વધારો 10થી 11 ટકા સુધી પહોંચી શકે છે. એલજી ઈલેક્ટ્રોનિકસ ઈન્ડિયા પણ 1 જાન્યુઆરીથી કિંમતોમાં સાથી આઠ ટકાનો વધારો કરવા જઈ રહી છે. જાન્યુઆરીથી ટીવી, ઈલેક્ટ્રોનિક્સ મશીન, ફ્રિઝ વગેરે તમામ ઉત્પાદનોની કિંમતમાં આઠ ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. એલજીના અધિકારીએ કહ્યું કે ખર્ચ ઘણી હદે વધી ગયો છે. દરમિયાન સોની કંપની કિંમતોમાં વધારાની સ્થિતિની સમીક્ષા કરી રહી છે અને તેણે આ અંગે હજુ કોઈ નિર્ણય લીધો નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.