નામ બદલવામાં નથી, દેવા પડતાં દામ ! નામ બદલવું સરળ છે, કઠણ સુધારવું કામ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

૭ર મા પ્રજાસત્તાક દિનની નોવેલ કોરોના કોવિડ-૧૯ ની ભયંકરતા પછીની હળવાશભર્યા રસીકરણ વચ્ચે સોશીયલ ડીસ્ટન્સ આજે દેશભરમાં ઉજવણી થશે.સવારના કુમળા સૂર્યકિરણો ગગનને સ્પર્શી પૃથ્વીલોક પર ભારત ભૂમિ આવશે ત્યારે તો લોકસેવકો રાષ્ટ્રગીત-વંદે માતરમ્‌ ને ભારત માતા કી જયનો કેટલોક જયઘોષ કરી ચૂકયા હશે.પ્રજાની સત્તામાં લોકસેવકોને જ બધા અધિકારો મળ્યા છે.એટલે વધુ નેતાઓ જ બોલવાનું હોય ને ! ગુલામીમાં કેવી દશા હશે એ આજના દિવસે વિચાર કરજાે.કયાંક ગાડી,બાઈક પર જતા ખાખી વર્ધીધારી ‘દાદા’ મળી જાય તો થોડીક કડકાઈને છેવટે એક હજારની પાવતી ફાડયા વગર તો જવા જ ના દે તેવી તેમની પ્રમાણિકતાને લાખ લાખ સલામ કરવા જ છે.કારણ કે આજે પ્રજાસત્તાક દિન છે ને પ્રજાએ જ નિયમોનુ પાલન તો કરવું જ પડે.ગત સપ્તાહે એક ટીવી ન્યુઝ ચેનલમાં એક રીપોર્ટર રીડર બહુ ઉછળી ઉછળીને બોલતા હતા કે પાકિસ્તાન બન્યું દેવાળીયું, પાકિસ્તાનમાં કાળઝાળ મોંઘવારીએ માઝા મુકી, પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળ્યા.હવે તો ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ભાંગીને ભુક્કો થઈ જશે તેની કુટનીતિના કારણ જ તે ખોખલું બન્યું ને પ્રજા આજે મોંઘવારીના ભરડામાં રીબાઈ રહી છે. આ સમાચારના પ્રસારણ પછી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વમાં ડ્રેગન ફ્રુટથી ઓળખાતા ને આરોગ્ય માટે ઉમદા ઔષધ સમાન સાબિત થઈ રહેલા કચ્છ-દક્ષિણ ગુજરાત બનાસકાંઠા જિલ્લામાં પણ ખેતી આ ફળની થવા લાગી છે પરંતુ આ ફળનું નામ ચાઈનીઝ ચીની હોવાથી તેને એક જ ઝાટકે નિર્ણય કરીને ડ્રેગનને ‘કમલમ્‌’ નામ આપી દીધું. હવેથી ગુજરાતમાં ડ્રેગન ફ્રુટને ‘કમલમ’ કહેવાશે.શાકભાજી કે ફ્રુટ વેચતા અભણ વેપારીઓને સમજાવવું પડશે કે ડ્રેગન કોઈ માંગે તો કમલમ્‌ જ સમજવું ને ‘કમલમ્‌’ પચ્ચાસ કે પિસ્તાલીસમાં વેચાય છે તેવું બોર્ડ લગાવવું. આજના પ્રજાસત્તાક દિને આપણે સૌ મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે ગુજરાતમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, ભેળસેળ, સંગ્રાહખોરી,સટ્ટાખોરીનંુ નામ ઝડપથી બદલીને કંઈક બીજું કરી દે.આ નામો રાજયની પ્રજામાં બદનામ કરી રહ્યા છે ને એ જરા પણ ચલાવી લેવાય નહીં.રાજયના એક નિવૃત્ત નાયબ મામલતદાર સાડા ત્રીસ કરોડથી વધુની બે નંબરની સંપત્તિ સાથે ઝડપાયા છે તો ઉતરાયણ પછીને ૭ર મા પ્રજાસત્તાક દિન વચ્ચે ગુજરાતના આપણા લોકલાડીલા દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રીએ ચાર જિલ્લામાં ખરાબા-બીન ઉપજાઉ સરકારી જમીન હવે ખેડૂતો કે બીજા લોકો બાગાયતી ખેતી માટે કોઈપણ જાતની રોકટોક વગર ઉપયોગમાં લઈ શકશે.સરકાર પાંચ વર્ષ સુધી કોઈ રીતે ભાડુ લેશે નહીં.પાંચ વર્ષ પછી એકરે એકસોથી પાંચસો ભાડુ વસુલ કરશે.આ જમીન લીઝની શરતે રહેશે તેના પર બેંકો લોન આપે કે ન આપે એ બેંકને આધીન રહેશે.ભારતના પાડોશી દેશો પાકિસ્તાન,ચીન, નેપાળ, બાંગ્લાદેશ અવનવી અવળચંડાઈ વર્ષોથી કરતા રહ્યા છે.જેમાં શું કયાં થાય છે એ બિચારા લોકસેવકો જ જાણે છે ને નેપાળમાં તો આપણા રૂપિયાનું મૂલ્ય પણ ઉંચુ છે તે હિંદુ રાષ્ટ્ર છે છતાં જમીન હડપવા હમણાં કંઈક ગડમથલ કરે છે. આઝાદી બાદના પ્રજાસત્તાક દિને તો આપણે કંઈક રાષ્ટ્ર લક્ષી ઘોષણા કરવી જ જાેઈએ.આપણા મુખ્યમંત્રીશ્રીએ ડ્રેગન ફળને કમલમ કરી નાખ્યુું તો આજે આપણા વડાપ્રધાનશ્રી મોંઘવારી,ભ્રષ્ટાચાર, ભેળસેળ, સંગ્રાહખોરી,સટ્ટાખોરીનું નામ બદલીને કંઈક જુદું કરવાની પહેલ કરે જેથી દેશમાં સર્વત્ર સાચી ખુશાલી વ્યાપી જાય.અમદાવાદવાળા તો કયારનાય ‘કર્ણાવતી’ નો ગગનભેદી નાદ સાંભળવા ટળવળી રહ્યા છે. આ બધા વચ્ચે નોવેલ કોરોના કોવીડ-૧૯ ની રસીકરણનું કામ ઝડપથી આગળ ચાલી રહ્યું છે.જેમાં લોકોમાં અવનવી દહેશત છે.આઝાદી આવી છે તો ગુલામી કેવી હશે એ પ્રજાના હૃદયમાં થડકારો પૂછી રહ્યું છે. કોરોના ભારતમાં એક વર્ષનો થવા જઈ રહ્યો છે.તેને હવે મોટો નહીં જ થવા દઈએ.શાળા કોલેજોમાં પરીક્ષાનો સમય આવ્યો પણ શિક્ષણકાર્ય શરૂ થયું નથી એ બધા વચ્ચે ધો.૩ થી ૧ર ની વોટસઅપ પરીક્ષાનું સટરપટર શરૂ થયું છે એ શું છે એ તો ઓનલાઈન શિક્ષણ જ જાણે ને ? વાચક મિત્રો,૭ર મો પ્રજાસત્તાક દિન છે તો શુભકામના પાઠવી જ રહીને પ્રજાએ વધુ નહીં બોલવું જાેઈએ.ખાસ યાદ રાખવું જાેઈએ.એટલે આપણે આપણી હૃદય હળવાશની વાત અહીં પુરી કરીએ. આ ચિંતન લેખમાળાએ કોઈની નહીં પણ બે હૃદયની વેદના ઠાલવીને હળવા કરતી લેખમાળા છે.બહુ સમુદાયમાં પ્રસિદ્ધ થાય કે પુસ્તક પ્રગટે તેવી કયારેય આશા રાખી નથી.કળીયુગ છે સાચું નહીં, ખોટું વધુ ચાલે છે, એ ભુલવું ના જાેઈએ.એટલે વાહ વાહ પણ બહુ ના થાય સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામના સહ ધન્યવાદ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.