ડીસામાં થી તડીપાર કરાયેલ યુવક પોલિસના હાથે ઝડપાયો : બે વર્ષ માટે તડીપાર કરેલો હતો

બનાસકાંઠા
બનાસકાંઠા

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે બે વર્ષ માટે તડીપાર કરેલો હતો: ડીસાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા બે વર્ષ માટે તડીપાર કરાયેલ યુવક ડીસા શહેરમાં ફરતો જોવા મળતા ઉત્તર પોલીસે તેને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ડીસા ઉત્તર પોલીસના વ્હિકલ સ્કવોર્ડના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રહે બાતમી મળી હતી કે, તડીપાર કરાયેલો એક યુવક ડીસા શહેરમાં ફરી રહ્યો છે. જેથી પોલીસે તેને ઝડપી લીધો હતો.

પકડાયેલ યુવક મહેશ ઉર્ફે ટકો શામળભાઈ લુહાર (રહે. બેકરી કુવા વ્હોળા) ને ડીસાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ દ્વારા તેની જુદા જુદા ગુનાઓમાં સંડોગણી અંતર્ગત ગત તારીખ 23 ઓક્ટોબર 2023 ના રોજ બનાસકાંઠા જિલ્લા પોલીસની હુકુમત બહાર બે વર્ષ માટે તડીપાર કરાયો હતો.

જોકે તેનો તડીપારનો આદેશ હોવા છતાં તે કોઈપણ સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ડીસા શહેરમાં ફરતો હતો. જેથી ડીસા ઉત્તર પીઆઇ વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમની વ્હિકલ સ્કવોર્ડની ટીમે તેને પકડી જીપી એકટ કલમ 142 મુજબ ગુનો નોંધી જેલ હવાલે કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.