પાટણની આશિષ વિદ્યાલયનું ધોરણ 10નું 92.08 ટકા અને ધોરણ 12નું 100 ટકા પરિણામ આવ્યું

પાટણ
પાટણ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ HSC અને SSCની પરીક્ષાનું પરીણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યુ હતું. જેમા લધુમતી વિદ્યાથીઓને શિક્ષણ આપતી એકમાત્ર તનઝીમ કમિટી સંચાલિત શાળા આશિષ વિદ્યાલય પાટણ શાળાનું HSCનું 100 ટકા અને SSCનું 92.08 ટકા પરિણામ મેળવી સમગ્ર મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યું હતું.જેમાં HSCમાં A1 ગ્રેડમાં 02 અને A2 ગ્રેડમાં 13 વિદ્યાર્થીઓએ રેન્ક પ્રાપ્ત કર્યા હતા અને SSCમાં A2 ગ્રેડમાં 14 વિદ્યાર્થીઓએ સફળતા મેળવતા આશિષ વિદ્યાલયની આ સિધ્ધીને જોતા પાટણ મુસ્લીમ સમાજના સામાજીક આગેવાનો દ્વારા સમાજના વિદ્યાર્થીઓ પ્રત્યે સતત પ્રયત્નશીલ રહેતા શાળા પરિવારના આચાર્ય સહિત તમામ શિક્ષકો, ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ અને તન્ઝીમ કમિટિના હોદેદારો અને સભ્યોનું શાળા ખાતે સન્માન કરવામા આવ્યુ હતું. તેમજ શાળાને વિશેષ સન્માનપત્ર એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું.


સન્માન સમારંભનો પ્રત્યુતર આપતા શાળાના આચાર્ય જી.આર.મોમીને જણાવ્યુ હતુ કે, શાળામાં છેલ્લા ઘણા સમયની મહેનતના અંતે છેલ્લા બે ત્રણ પરિણામથી A1 ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા દીન પ્રતિદિન વધતી જાય છે. જે શાળા માટે અને સમાજમાટે હકારાત્મક બાબત કહી શકાય. આ પરિસ્થિતીમાં સમાજના વિદ્યાર્થીઓ, વાલીઓ, સામાજિક આગેવાનો દ્વારા શાળામાં વિજ્ઞાનપ્રવાહ શરૂ થાય તેવી અવારનવાર માંગણીઓને અનુલક્ષીને સંચાલક મંડળના માર્ગદર્શન તળે આ વર્ષથી વિજ્ઞાનપ્રવાહ શરૂ કરવામાં આવ્યો છે. જેનો સમાજમાં હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને શાળા પરિવારના તમામ શિક્ષકો આ શરૂઆતને કામયાબી તરફ લઈ જવા કટીબધ્ધ છે. તેમ શાળા પરિવારવતી તેઓએ ખાત્રી આપી હતી.આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુલાબખાન રાઉમાએ જણાવ્યુ કે, સમાજમાં વર્તમાન સમયમાં શિક્ષણની તાતી જરૂરીયાત છે. શિક્ષણ જ સમાજનું સૌથી મોટુ ધન છે જેને અનુલક્ષીને આશિષ વિદ્યાલયના સંચાલક અને શિક્ષકો સમાજના વિદ્યાર્થીઓ પ્રત્યે ચિંતાતુર બની પ્રયત્ન કરી રહ્યા છે તે ખરેખર કાબીલે તારીફ છે તેમ જણાવી અભિનંદન પાઠવ્યા હતા.મોલાના ઈમરાન શેખ દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને જણાવતા આશિષ વિદ્યાલયના આ તેજસ્વી તારલાઓ તેમજ તેમની પાછળ મહેનત કરતા શિક્ષકોને શાબ્દીક રીતે બીરદાવ્યા હતા અને શાળાને કે વિદ્યાર્થીઓને કોઈ જરૂરીયાત હોય તો પુરી પાડવા આહવાન કર્યું હતુ. તેમજ હાજી ઈબ્રાહીમ કુરેશી અને એડવોકેટ યુસુફ શેખે શિક્ષણ માટે જ્યાં પણ જરૂર પડે ઉભા રહેવાની ખાત્રી આપી હતી. આ કાર્યક્રમાં ઉસ્માનભાઈ શેખ, યુનુસભાઈ રંગરેજ, ભુરાભાઈ સૈયદ, જમાલભાઈ સોદાગર, ફારૂકી ઈકબાલભાઈ તેમજ ટસ્ટી ગણ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.