પિતાએ પોતાની પુત્રી ને પોતાની હવસનો શિકાર બનાવતા પુત્રીએ પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી

પાટણ
પાટણ

પિતા દ્ધારા માતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી પુત્રી સાથે વારંવાર  દુષ્કર્મ આચર્યુ…

પાટણ તાલુકાના એક ગામમાં લોહીનાં સબંધોની સાથે પિતા-પુત્રીનાં સબંધને કલંક્તિ કરતી એક ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. પિતા ના કૃત્યો પર ઢાંક પીછોડ કરવાના કારણે પિતા બે ખોફ થઈ ને સગી દીકરી નું સાત સાત વર્ષ થી શારીરિક શોષણ કરતો રહ્યો પણ દીકરી ની સહનશક્તિ આખરે બળવો પોકારતાં પિતાનાં લાંબા સમયનાં પાપનો ઘડો ફૂટ્યો હતો ને આખરે પિતાની હેવાનીયત અને હવસખોરીનો ભોગ બનેલી દિકરીએ પોલીસનું શરણું લીધું હતું. પાટણ તાલુકા પોલીસે શારીરિક ઉતપીડણ અને દુષ્કર્મનો શિકાર બનેલી દિકરીની હિંમત પૂર્વકની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ ઘરી છે.

પારિવારિક અને સામાજિક તાણાવાણા અને લોહીનાં સંબંધોને શર્મસાર કરતી આ ઘૃણિત ઘટના અંગે પિતાનાં શારીરિક અત્યાચારને. સાત-સાત વર્ષથી સહન કરી રહેલી દિકરીએ નોંધાયેલી ફરીયાદ મુજબની વિગતો એવી છે કે, પાટણ તાલુકાનાં એક ગામે રહેતા પરિવારનાં ચાર સંતાનો પૈકીથી 2004 માં જન્મેલી સગીર કિશોરી સાથે તેનાં જ સગા પિતાએ 2017 થી 2024 એમ સાત-સાત વર્ષ સુધી શારિરીક ઉત્પીડન કર્યું હતું.

કિશોરીનાં જણાવ્યા પ્રમાણે 2017 માં તેના પિતા ચંદનજીએ તેને ઘરમાં બોલવતાં તે અંદર જતાં પિતાએ તેની સાથે અઘટિત હરકતો કરી શારીરિક અડપલાં કરીને તેને ઉત્તેજિત કરી હતી. જેથી કિશોરી ડરી ગઇ હતી ને રડવા લાગી હતી છતાં તેનાં પિતાએ તેની સાથે મોં કાળું કર્યું હતું અને જો તું કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

આ ઘટના બાદ એ દિવસે ઘરેથી બહાર ગયા બાદ એજ રાત્રે ફરીથી ઘરે આવીને કિશોરીને જગાડી હતી ને તેની સાથે ફરીથી સબંધ બાંધ્યો હતો અને શારીરિક અડપલાં કર્યા હતા. આવું વારંવાર ચાલ્યા કરતું હતું. ચાર મહિના પૂર્વે રાત્રે કિશોરી ઘરમાં એકલી સુતી હતી ત્યારે રાત્રે 10થી 12 વાગ્યા દરમ્યાન તેને જગાડીને પોતાની સાથે સૂઈ જવા કહેતા તેણે ના પાડતાં તેનાં પિતાએ તેને મારી હતી અને ધમકી આપી હતી કે, જો તુ મારૂં નહિં માને તો હું તને, તારા ભાઈ અને માતાને જાનથી મારી નાંખીશ. તેમ કહીને તેને અડપલાં કરી જબર જસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું તેમણે તેને આમ કરવા વારંવાર દબાણ કરતા હતા.

તા. 16-4-24 નાં રોજ કિશોરી, તેની માતા અને ભાઈ તેનાં ઘરે હતા ત્યારે કિશોરીએ તેની માતા અને ભાઈને પોતાનાં પિતાના કરતૂતોની વાત કરતાં તેઓ પણ ચોકી ઉઠ્યા હતા ને ગભરાઈ ગયા હતા. એક મહિના પૂર્વે કિશોરી તેની માતા અને ભાઇ સાથે તેનાં ભા (બાપુ)નાં ઘરે ગયેલા ત્યારે કિશોરીની માતાએ પણ તેમને કિશોરી સાથે તેનાં પિતા દ્વારા કરતા કૃત્ય અંગેની જાણ કરતાં ભા એ પણ તે અંગે ફરીયાદ કરવાનું કહ્યું હતુ પરંતુ થોડા દિવસ પછી ભાનું નિધન થયું હતું.

ત્યારબાદ પણ પિતાએ કિશોરનું શારીરિક શોષણ ચાલુ રાખતાં તે આખરે પિતાનાં વર્તનથી કંટાળી જતાં તેની માતા-ભાઈએ હિંમત આપતાં તેણે પાટણ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે પિતા સાથે આઇપીસી 376(2)/376(3)/323/506(2) પોક્સોની કલમો તથા મુજબ નોંધી. તા. 1-1-2017 થી તા. 15-1-2014 દરમ્યાન બનેલી 7 આ ઘટનાઓ અંગે પી.એસ.આઈ બી.એફ.ચૌધરીએ તપાસ હાથ ધરી છે.

કિશોરીએ ફરીયાદમાં જણાવ્યું હતું કે આ કેસનાં આરોપી તેનાં પિતા હોવાથી અને મારી નાંખવાની ધમકીઓ આપતા હોવા છતાં પરિવારની આબરૂ ન જાય એટલે તે ફરીયાદ નોધાવતી નહોતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.