થરાદ વાવના ખેડૂતોમાં રોષ : ચૂંટણી પૂરી થઈ એટલે પ્રથમ વખત સિંચાઈના પાણીના બિલો આપવાના ખેડૂતોના આક્ષેપો

બનાસકાંઠા
બનાસકાંઠા

સરદાર સરોવર નર્મદા થરાદ વિભાગ દ્વારા થરાદ -વાવની પિયત મંડળીઓને સિંચાઈના પાણીના બિલો આપવામાં આવ્યા.

થરાદ વાવ ની 200 થી વધુ પિયત મંડળીઓને 2023- 24 નુ લાખો ના બિલો આપવામાં આવ્યા: સરહદી પંથક થરાદ અને વાવમાં ચાલતી નર્મદાની મુખ્ય કેનાલમાં થી જે ડિસ્ટ્રીબ્યુટર અને માઇનોર કેનાલો માંથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં સિંચાઈ માટે મોટરો અને મશીનો મૂકીને જે પાણીનો ઉપયોગ કર્યો છે તે પાણીના બીલો થરાદ નર્મદા વિભાગ દ્વારા પિયત મંડળીઓ મારફતે ખેડૂતોને આપવામાં આવ્યા છે જેમાં ખેડૂતોને નર્મદા વિભાગ ઉપર આક્ષેપો કર્યા હતા કે અમને છેલ્લા ચૌદ વર્ષમાં ક્યારેય પણ સિંચાઈના બિલ આપવામાં આવ્યા નથી પરંતુ આ વખતે કેમ આપવામાં આવ્યા જેમાં એક ખેડૂતે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને બીજી બાજુ બીલો આપવામાં આવ્યા આમાં કોઈ સરકારનો મર્મ સમજાતો નથી જેમાં થરાદ અને વાવ તાલુકામાં 200થી વધારે પિયત મંડળીઓને લાખોની રકમના બિલો આપવામાં આવ્યા છે જે ખેડૂતોને 30 જૂન સુધી ભરવા માટે નોટિસો આપવામાં આવી છે બીજી બાજુ સરહદી પંથકના ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો જેમાં નર્મદા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે દર વર્ષે  પિયત મંડળીઓને બિલો આપવામાં આવે છે પણ મંડળીઓના અંદરો અંદરના ઘર્ષણના કારણે એ લોકો બિલકુલ રસ દાખવતા નથી અને બીલો ભરતા નથી.

અમને ક્યારે પણ બિલો આપવામાં આવ્યા નથી ખેડૂતોનો નર્મદા વિભાગ ઉપર આક્ષેપો: સરહદી પંથકના ખેડૂતોએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને અમને નર્મદા કેનાલમાંથી સિંચાઈ માટે વપરાતા પાણીના પ્રથમ વખત બિલો આપવામાં આવ્યા છે જે બિલો લાખો રૂપિયામાં આપવામાં આવ્યા છે અને નર્મદા વિભાગે અમને ક્યારેય પણ છેલ્લા ચૌદ વર્ષમાં બિલો આપ્યા નથી અને આ વખતે આ પ્રથમ વખત બિલો આપતા અમારા શ્વાસ અધર થઈ ગયા છે અને અમે આ બિલો કઈ રીતે ભરી શકીએ અને આ પ્રથમ વખત બિલો આપવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા.

2021 થી દર વર્ષે સિંચાઈના પાણી નું બિલ પિયત મંડળીને આપીએ છીએ: થરાદ નર્મદા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે થરાદ- વાવ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ માંથી જે ખેડૂતો મંડળીઓ બનાવી અને  સિંચાઈ માટે પાણીનો  ઉપયોગ કરી રહ્યા છે તેમને અમે છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે બિલો આપીએ છીએ પરંતુ ખેડૂતો તે બીલો ભરતા નથી અને આ વખતે પણ દર વર્ષે ની જેમા બીલો આપવામાં આવ્યા છે કોઈ પ્રથમ વખત આપવામાં આવ્યું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.