પાટણમાં નવા શૈક્ષણિક વર્ષથી બીજી યુનિવર્સિટી શરૂ થશે

પાટણ
પાટણ

પાટણ શહેરમાં વર્ષ 2022 માં રાજ્ય સરકાર દ્વારા પાટણમાં બીજી એમ કે યુનિવર્સિટી મંજૂર કરવામાં આવી હતી. ત્યારે હવે વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સેલ ફાઇનાન્સ નવી યુનિવર્સિટી નો આરંભ કરવામાં આવનાર છે. જેમાં નવા શૈક્ષણિક વર્ષથી સંલગ્ન નવીન 25 કોલેજો સાથે આ યુનિવર્સિટી સંકુલનો પ્રારંભ થશે.આ એમ કે યુનિવર્સિટી દ્વારા પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ના ચાલતા હોય તેવા આજના આધુનિક સમયને ધ્યાનમાં રાખીને વધુ રોજગારી ઉપલબ્ધ વાળા નવીન પ્રકારના કોર્ષિશ શરૂ કરવામાં આવશે જેમાં મુખ્યત્વે ફોરેન્સિક સાયન્સ , એગ્રીકલ્ચરને લગતા લેબ વાળા કોર્સિસ નો સમાવેશ કરાશે. મંગળવારે માતરવાડી સ્થિતિ એમ.કે.સંકુલમાં મેનેજિંગ ટ્રસ્ટી એમ.કે.પટેલ , કેમ્પસ કો-ઓર્ડીનેટર ડૉ.જીતેન્દ્ર યાદવ સહિતના સભ્યો ઉપસ્થિત સરસ્વતી માતાની આરાધના કરીને યુનિવર્સિટી સંકુલ માં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની કામગીરી નો આરંભ કર્યો હતો.


આ શુભારંભ પ્રસંગે મુકેશભાઈ પટેલે પોતાની ભાવુકતા સાથે જણાવ્યું હતું કે મારા પરીવાર ની જન સેવા ના આદર્શો સાથે શ્રી વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના થઇ જેમાં શિક્ષણ ને વ્યવસાય નહી ભક્તિ માની ને દાયકાઓ થી પાટણ પંથક ના બાળકો માટે બાલ મંદિર થી ઉચ્ચ શિક્ષણ સુધી ની સેવાઓ આપી ને એક બે નહી હજારો વિદ્યાર્થીઓ સરકારી,ખાનગી ઉચ્ચ નોકરીઓ કરતા થયા સાથે પોતાના ધંધા રોજગાર ચલાવવા સક્ષમ બન્યા તેનો મારા પરીવારને આનંદ છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સારા કે સારા કાર્યો માં અનેક અવરોધો અને મુશ્કેલીઓ આવે છે પરંતુ છેવટે વિજય સત્ય નો થાય છે, કોઈ ને હરાવવા માટે નહી જન સેવા, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ માટે પરમાત્માની તાકાત અને કુળદેવી ની કૃપા થકી અશક્ય એવી લાંબી અતિ ખર્ચાળ દોડધામ ના અંતે સાચો વિજય મળ્યો છે અને સહયોગ આપનાર નો સૌનો તેઓએ અંત: કરણ પુવૅક આભાર વ્યક્ત કરી એમ કે શૈક્ષણિક સંકુલ અને એમ કે યુનિવર્સિટી સમાજ અને વિદ્યાર્થીઓ માટે આદર્શ બની રહે અને ઉચ્ચ અભ્યાસ ક્રમ ચાલુ કરી વિદ્યાર્થીઓને ઘર આંગણે પરિણામ લક્ષી ગુણવત્તા સભર શિક્ષણ મળે તેવા પુરતા પ્રયત્નો એમ કે શૈક્ષણિક સંકુલ અને એમ કે યુનિવર્સિટી કરતું રહેશે તેવો વિશ્વાસ તેઓએ વ્યકત કરી સારા કર્મ નુ સારૂ ફળ હમેશા પ્રાપ્ત થતું હોવાનો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.