પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેતીપાકને નુકસાન

પાટણ
પાટણ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના પાટણમાં ગત સાંજે વાવાઝોડા સાથે પડેલ કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોને ઉનાળુ પાક તેમજ ઘાસચારાના પાકમાં નુકશાન ઉઠાવવાનો વારો આવ્યો છે.ગત રોજ સવારથી પાટણ શહેર સહિત જિલ્લામાં અસહ્ય ઉકળાટ અને બફારાનો માહોલ હતો. બપોર સુધીમાં વાદળ ઘેરાવાના શરૂ થયા હતા અને વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાતા વિઝિબિલીટી ઘટી હતી. ઘણાં વાહનચાલકો રસ્તાની સાઈડમાં ઊભા રહી ગયા હતા. ઓફિસ કે ઘરમાં બેઠાં હોય તેમણે બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું. ભારે પવનની સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને વીજળીના ગડગડાટથી ફફડાટ ફેલાયો હતો. ભારે પવન, વીજળી અને ગડગડાટ વચ્ચે ખેતી ના પાક ને નુકસાન થયું હતું. તો કેટલાક જગ્યાએ ઝાડ પડવના બનાવ બન્યા હતા..


પાટણ જિલ્લામાં સમી, હારીજ, સિદ્ધપુર, સરસ્વતી સહિતના તાલુકામા ગાજવીજ અને ભારે પવનના વાવાઝોડા સાથે વરસેલા વરસાદને લીધે ખેડૂતોનો ઉભો પાક ઢળી જવા પામ્યો છે. ખાસ કરીને ઉનાળુ બાજરી,ઘાસચારો સહિતનો જે પાક હતો તે તૈયાર થઈ ગયો હતો. જોકે વાવાઝોડા સાથે વરસેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દેતા ખેડુતોમાં નિરાશા સાંપડી જવા પામી છે.હારીજમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડવાના કારણે મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશાયી થતા દુકાનોને નુકસાન થયું હતું. વીજ વાયરો તૂટી જતા વીજળી પણ ડુલ થતા રહીશો પરેશાન બન્યા હતા. રાહદારીઓને અવર જવરમાં ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.