અંબાજી હડાદ વચ્ચે કાર ઉપર પથ્થર મારા ની ઘટના યાત્રિકો માં ભારે ડર નો માહોલ

બનાસકાંઠા
બનાસકાંઠા

– મહિલા ને આંખ તથા નાક ઉપર ગંભીર ઈજાઓ પહોચી

– ઇજાગ્રસ્ત મહિલા ને અંબાજી, પાલનપુર અને ત્યારબાદ અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડાયા

અંબાજી – હડાદ માર્ગ વચ્ચે કાર ઉપર પથ્થર મારા ની ઘટના બનતા મુસાફરો માં ભારે ડર અનુભવાઈ રહયો છે આ ઘટના જીએસટી 10 મે ના રોજ રાત્રિ દરમિયાન બની હતી,જેમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોચી હતી તો ઇજાગ્રસ્ત મહિલા ને અંબાજી પાલનપુર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામા આવી હતી. 

આ મુસાફરો પ્રાંતિજ બજારચોક વિસ્તાર મા આવેલ ગુજ્જર ની પોળ મા રહેતા અને પ્રાંતિજ ખાતે સોનાચાંદી નો વેપાર કરતા સોની પરિવાર કે જેવો પોતા ના પરિવાર સાથે તારીખ 10 મે ના રોજ રાત્રીના સમયે રાજસ્થાનના પાલી ખાતે આવેલ માતાજીના મંદિરે કુળદેવીના દર્શન કરવા અને રાખેલ બાધા પૂર્ણ કરવા સોની પરિવાર પ્રાંતિજ થી બે કાર મા નિકલ્યાં હતા અને રાત્રીના બારેક વાગ્યા ની આસપાસ અંબાજી હડાદ વચ્ચે રાત્રીના દરમિયાન રસ્તામા અચાનક કાર ઉપર પથ્થર બાજી થતા એક પથ્થર કારમા કારની પાછળ ની સાઇડની બારી નો કાચ તોડી અંદર ગુસ્સો હતો અને પાછળ બાળકો સાથે બેઠેલ મહિલા મનીષાબેન મુંગેશભાઇ સોની ને નાક ઉપર તથા આંખની ભાગે વાધતા તેવો લોહી લુહાણ થઇ ગયા હતા તો કાર ચાલક મુંગેશભાઇ સોની એ સમય સુચકતા વાપરીને કાર પુર ઝડપે હંકારી સમય સૂચકતા વાપરી મુસાફરો અંબાજી ખાતે પહોચી ગયા હતા અને ચાલુ કારે પાછળ આવતી કાર તેમના પિતા ને પણ તેમની જોડે આવી ધટના બની હોય તેવો નુ પણ ધ્યાન દોર્યુ હતુ અને તેવો પણ રસ્તા મા કાર ઉભી ના રાખે તેવુ ધ્યાન દોરયુ તો ઇજાગ્રસ્ત મનીષાબેન ને ગંભીર ઈજાઓ તથા તેવોને પહેલા રાત્રીના અંબાજી સિવિલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા.

ત્યાથી વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે મનીષાબેન ને પાલનપુર ખાતે લઈ જવામા આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે મહિલાને અમદાવાદ ખાતે લઇ જવામા આવી હતી ત્યારે મહિલા ને નાક ઉપર ગંભીર ઈજાઓ થતાં 14  ટાકા તથા આંખ ની સારવાર સહિત ઓપરેશન દ્રારા નાક ઉપર પ્લાસ્ટીક સર્જરી કરવામા આવી હતી, તો સ્થાનિક જવાબદાર પોલીસ તંત્ર દ્રારા રાત્રીનો પોલીસ પેટ્રોલિંગ સધન કરી અને આવા તત્વો ને ઝડપી જેલ ભેગા કરવામા આવે તેવી માંગ પણ પંથક ના લોકો ની ઉઠવા પામી છે અંબાજી એક મોટું શક્તિ પીઠ છે ને અંબાજી જતા માર્ગો વાહનો થી  સતત ધબકતા રહેતા હોય છે.

ત્યારે આવી બનતી ઘટના ને લઈ અંબાજી આવતા યાત્રીકો પોતાને અસલામત મહેસૂસ કરી રહયા છે. આવી બનતી ઘટના નાં પગલે હોબાળો થાય હો થોડા દિવસ ઘટનાઓ અટકે છે ને પછી પાછી ચાલું થઈ જાય છે તો અંબાજી – હડાદ માર્ગ ઉપર પોલીસ નુ સતત પેટ્રોલિંગ જરુરી બન્યું છે. અને સાથે અંબાજી – દાંતા તેમજ આબુરોડ નાં રસ્તે અંબાજી – છાપરી માર્ગ ઉપર સતત પેટ્રોલિંગ કરી આવા અસામાજિક તત્વો ને કાયમી રંજાડ બંધ કરવા માંગ કરાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.