વૈશ્વિક સ્તરે કોટનનું ઉત્પાદન અને સ્ટોક નીચો હોવાથી ભાવમાં વધારો

Business
Business

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરે આ સિઝનમાં કોટનના ઓપનિંગ સ્ટોક,ઉત્પાદન તથા અંતિમ સ્ટોક નીચા રહેવાનો અંદાજ વ્યક્ત કરતાં વૈશ્વિક બજારોમાં કોટનના ભાવમાં વર્ષ ૨૦૨૧ની શરૂઆતથી ચાર ટકાનો વધારો થયો છે.

ત્યારે બીજીતરફ ભારતમાંથી કોમોડિટીની નિકાસમાં વધારો થવાની આશા બંધાઈ છે.વર્તમાન ટ્રેન્ડ્સને જોતાં ભારતની કોટનની નિકાસો ૬૫ લાખ ગાંસડી(પ્રતિ ગાંસડી ૧૭૦ કિલો)ને સ્પર્શે તેવી સંભાવના છે તથા તેનાથી ગત સિઝનનો જંગી કેરીઓવર સ્ટોક્સ પણ ઘટાડવામાં મદદ મળી રહેશે તેવું બજારના વર્તુળોનું માનવું છે.જોકે, કેટલાંક જાણકારોનું માનવું છે કે યુરોપ-અન્ય કેટલાંક દેશોમાં કોરોના વાઇરસ સંબંધિત લોકડાઉનને કારણે હાલ નિકાસ માગ ધીમી રહેશે તથા સિઝનમાં ૫૪ લાખ ગાંસડીની નિકાસ થઈ શકે છે.આ પહેલાં ૧૯ જાન્યુ એ ન્યૂયોર્કમાં માર્ચ ડિલિવરી માટે કોટનના ભાવ ૩૬૫ ગાંસડીના રૂ.૪૭,૦૭૫ બોલાયા હતાં.મે માસમાં ડિલિવરી માટે કોટનના ભાવ ગાંસડીના રૂ.૪૭,૮૫૦ તથા જુલાઈ ડિલિવરી માટે ગાંસડીના રૂ.૪૮,૨૦૦ બોલાયા છે.જે પાછલા બંધ કરતાં ઉપલા સ્તરે છે.બીજીતરફ MCX ઉપર આગામી મહિનાની ડિલિવરી માટે ગાંસડીના રૂ. ૪૪,૮૫૬ બોલાયા હતાં તથા હાલમાં આ ભાવ ૪૪,૦૦૦ થી ૪૫,૦૦૦ની રેન્જમાં પ્રવર્તી રહ્યાં છે.

આમ યુએસ એજન્સીના અંદાજ મુજબ ભારતમાં ૩૭૭ લાખ ગાંસડી કોટનના ઉત્પાદનની સંભાવના છે તથા દેશમાંથી લગભગ ૬૪ લાખ ગાંસડીની નિકાસનો અંદાજ એજન્સી દ્વારા વ્યક્ત કરાયો છે.જોકે બજારમાં ભારતની નિકાસમાં વેગ આવવા અંગે હજી અસમંજસ છે.આમ ઓક્ટોબરથી અત્યારસુધીમાં લગભગ ૨૮-૩૦ લાખ કોટનની ગાંસડીની નિકાસ થઈ ચૂકી છે.જેને જોતાં સમગ્ર સિઝન માટેની કુલ નિકાસ ૬૫ લાખ ગાંસડી રહે તેવી સંભાવનાઓને નકારી શકાય તેમ નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.