વ્યાપાર ધંધા શરૂ કરવાને લઈને 18મી મે એ સ્થિતિની સમીક્ષા બાદ જ નિર્ણય: પ્રદિપસિંહ જાડેજા

Business
Business

રાજ્ય સરકાર હવે મારું શહેર કોરોના મુક્ત શહેર અભિયાન શરૂ કરવા જઈ રહી છે .આ માટે મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યો, સાંસદોને અને સ્થાનિક તંત્રને જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં ચાલતા મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને 20મી મે સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં વ્યાપાર ધંધા શરૂ કરવાને લઈને 18મી મે એ પરિસ્થિતિની સમીક્ષા કયર્િ પછી નિર્ણય લેવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેતો રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યા છે.

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના સેવાઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત રાજ્યની 14246 ગ્રામ પંચાયતમાં અત્યાર સુધી 15222 કોવીડ કેર સેન્ટર અને 1.37 લાખ થી વધુ પથારી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હોવાનું રાજ્યના પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું છે.

સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીજીની 348 સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા માટે રાજ્ય સરકારે સર્વેની કામગીરી શરૂ કરી દીધી હોવાનું જ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યુ છે.તેની સાથે 175 એમ્બ્યુલન્સની તાત્કાલિક ખરીદી કરીને દર્દીઓની સેવામાં મૂકવાનો નિર્ણય કરવામા આવ્યો છે.

રાજ્યમાં ધંધા-રોજગારને લઈને આગામી દિવસોમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવશે 18મી મે સુધી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાપાર ધંધા રોજગારને કેટલી છૂટછાટ આપી તે અંગેનો નિર્ણય કરવામાં આવશે. વ્યાપાર ધંધા અને રોજગાર ને લઈને નાના વેપારીઓ ધંધા-રોજગાર શરૂ કરવા માટે અનેક રજૂઆતો કરી રહ્યા છે. પરંતુ કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કયર્િ બાદ જ નિર્ણય કરવામાં આવશે તેવા સંકેતો ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.