વડગામ ધારાસભ્ય ફરી એકવાર વિવાદોમાં !

ચૂંટણી 2022
ચૂંટણી 2022

વડગામ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે એક તરફ એન.આર.સી. મુદ્દે લઘુમતી સમાજ માં ભારે રોષ છે તો બીજી તરફ પૂર્વ સાથી કાર્યકર સાથે અભદ્રવાણી વિલાસ કરતો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ઓડિયોમાં વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અપશબ્દોનો પ્રયોગ કરતાં સાંભળવા મળી રહ્યા છે.જેમની સાથે આ આખો મામલો બન્યો હતો તે પૂર્વ કોંગ્રેસી યુવકે જણાવ્યું હતુંકે,આ ઓડિયો ક્લિપમાં જે અવાઝ છે તે જીગ્નેશ ની જ છે.જોકે રખેવાળ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી,પરંતુ આ ઓડિયોમાં જે પ્રકારના અભદ્ર શબ્દોનો પ્રયોગ થયો છે તે કોઈપણ જનપ્રતિનિધિ માટે શોભનીય નથી.રખેવાળ એક જવાબદાર માધ્યમ તરીકે આ ઓડિયોની ન્યાયિક તપાસ કરવા માંગે કરી રહ્યું છે.. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડગામ બેઠક ઉપર ભાજપના મણીલાલ વાઘેલા અને કોંગ્રેસના જીગ્નેશ મેવાણી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ત્યારે એન.આર.સી.મુદ્દે કેટલાક મુસ્લિમ સમાજના લોકો ઉપર થયેલ પોલીસ કેસમાં જીગ્નેશ મેવાણી દ્રારા કોઈ પણ પ્રકારની મદદ તેમજ સાંત્વાના ન આપતા મુસ્લિમ સમાજમાં ભારે નારાજગી હોવાનું જાણવા મળે છે. દરમિયાન એ.આઈ.એમ.આઈ.એમ.ના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા બાબતે મેવાણીના સમર્થકો દ્રારા ધમકીઓ આપવાના આક્ષેપો થયા હતા. ત્યારે બે મહિના આગાઉ મેવાણી તેમજ તેમના મુસ્લિમ ટેકેદાર આગેવાન વચ્ચે સરકારી ગ્રાન્ટ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં બન્ને વચ્ચે તુ તુ મેં મેં શરૂ થતાં જીગ્નેશભાઈ દ્રારા અભદ્રવાણી વિલાસ પણ કરવામાં આવ્યો હોવાનો ઓડિયો વાયરલ થયો છે.જેને લીધે કોંગ્રેસ ના ઉમેદવાર મેવાણી વિરુદ્ધ મુસ્લિમ તેમજ અન્ય સમાજ માં ભારે રોષ પ્રવર્તી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જેના કારણે વડગામ બેઠક ઉપર મેવાણી માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાતા મુશ્કેલીઓ માં વધારો થઈ રહ્યો છે.

વડગામ બેઠક ઉપર કુલ અગિયાર ઉમેદવારો ચૂંટણી મેદાન છે. જેમાં ભાજપ તેમજ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. જોકે આ વખતે આમ આદમી પાર્ટી માંથી દલપત ભાટિયા તેમજ એ.આઈ.એમ.આઈ. એમ. માંથી કલ્પેશ સુંઢિયા એ ઉમેદવારી નોંધાવી ચૂંટણી જીતવા સખત મહેનત કરી રહ્યા છે ત્યારે આ બન્ને ઉમેદવારો કોની બાજી બગાડે છે તે જોવાનું રહ્યું. જોકે હાલ તો બન્ને ઉમેદવારોના કારણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

ગ્રાન્ટ માંગવા ગયા તો ધારાસભ્યે ગ્રાન્ટને બદલે ગાળો આપી : યાકુબભાઈ
આ સમગ્ર ઓડિયો પ્રકરણની ચર્ચા કરીએ તો આ કથિત ઓડિયોમાં ભાગળ ગામના યાકુબભાઈ તેમજ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને તેમનાં માણસોની સરકારી ગ્રાન્ટ ફાળવવા બાબતની વાતચીત હોવાનું સાંભળવા મળે છે,જેમાં યાકુબભાઈ નામના વ્યક્તિ જણાવી રહ્યા છે કે મેવાણી સાહેબ આપ મુસ્લિમ સમાજનાં વોટ લઈને જીત્યાં છતાં ગ્રાન્ટ ફાળવવા બાબતે મુસ્લિમો સાથે અન્યાય કરો છો,તેમ કહી ઉશ્કેરાઈ ધારાસભ્ય મેવાણી પ્રત્યે નારાજગી અને રોષ ઠાલવી રહ્યાનું સાંભળવા મળી રહ્યું છે.ત્યારબાદ જીગ્નેશ મેવાણી પણ આવેશમાં આવી જણાવે છેકે,હવે યાકુબભાઈ તમે મારો એટીટ્યુડ સમજી ગયો,આ પૃથ્વીનાં ગોળામાં જે પણ મેવાણીનો વિરોધી હોય તે બધાની મેવાણી પરવાહા કરતો નથી, તેમ કહી જીગ્નેશ મેવાણી અપશબ્દોનો ઉચ્ચાર કરતા હોવાનું સાંભળવા મળે છે…આ ઓડિયોની ખરાઈ કરવા રખેવાળે પૂર્વ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અને હાલમાં આમ આદમી પાર્ટીના નેતા યાકુબભાઈ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે,જીગ્નેશ મેવાણીને મુસ્લિમ સમાજે નોટ અને વોટ બન્ને આપી જીતાડયા છતાં તેઓ દર વર્ષે તેઓ મુસ્લિમ સમાજને દોઢ કરોડમાંથી માત્ર ૨૦ થી ૨૫ લાખની જ ગ્રાન્ટ ફાળવે છે,જ્યારે છેલ્લાં વર્ષની ગ્રાન્ટ ભાગળ તેમજ આસપાસના ગામોમાં ફાળવવાની અમે ધારાસભ્યને રજુઆત કરી હતી,છતાં તેમણે ગ્રાન્ટ નહોતી આપી.તેથી હું બે મહિના અગાઉ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને પાલનપુર સર્કિટ હાઉસમાં મળ્યો હતો,ત્યાં તેઓએ આવા અપશબ્દો મને બોલી ગ્રાન્ટને બદલે ગાળો આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.