પાલનપુર ખાતે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓની તાલીમ અને બેલેટ પેપરથી મતદાન યોજાયું

ચૂંટણી 2022
ચૂંટણી 2022

બનાસકાંઠા જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક 100 ટકા મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલે અપીલ કરતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા ક્ષેત્રોમાં આગામી તા. 5 મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે એના માટે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લામાં 9,000 જેટલાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ કર્મચારીઓને અલગ અલગ ફરજ સોંપવામાં આવેલી છે

એવા કર્મચારીઓ ભાઈ-બહેનોને તાલીમ આપવામાં આવેલી છે. આ કર્મચારીઓ ઉપરાંત પોલીસ તંત્રના જવાનો, એસ.ટી.ના કર્મચારી તથા દિવ્યાંગ નાગરિકો અને 80 વર્ષથી વધારે ઉંમર ધરાવતા નાગરિકો કે જેમણે પોસ્ટલ બેલેટ માટેની માંગણી કરેલી છે આવા લગભગ 20,000 થી વધારે નાગરિકો અને ફરજ ઉપરના કર્મચારીઓ, અધિકારીઓ પોતાનો મતાધિકાર પોસ્ટલ બેલેટના માધ્યમથી ફેસિલિટેશન સેન્ટર ઉપરથી કરી રહ્યા છે.

બનાસકાંઠા કલેક્ટરએ કહ્યું કે, વિશાળ ક્ષેત્રફળ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં 2613 જેટલાં બુથમાંથી 18 જેટલાં બુથ શેડો એરિયામાં આવે છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે પહાડી વિસ્તાર ધરાવતા દાંતા વિધાનસભા મતવિસ્તારમાં વાયરલેસ સેટ અને વિડીયોગ્રાફી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.