દિયોદર ભાજપ ઉમેદવાર કેશાજી ચૌહાણને ચુંટણી પ્રચારમાં ઠેર-ઠેર આવકાર

ચૂંટણી 2022
ચૂંટણી 2022

દિયોદર ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણને ચુંટણી પ્રચારની સભામાં ઠેર-ઠેર ગામે ગામથી ભવ્ય સ્વાગત સાથે આવકાર મળી રહેલ છે. આજે કેશાજી એ સવારે ૯ઃ૦૦ કલાકે થી મતવિસ્તાર ના ગાંગોલ કુવારલા, ધનકવાડા, લીલાધર, ચગવાડા, દેલવાડા, સણાદર, આસપુરા, રૈયા, મુલકપુર, સુરાણા, નવા, વખા, ગોદા, ઓગડપુરા, મેસરા, બોડા અને દિયોદર આ તમામ ગામોમાં કેશાજી નું ઢોલ નગારા અને કકું ચોખા થી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ તેમજ તમામ ગામોની સભામાં ભવ્ય લોકપ્રતિ સાદ મળેલ. તેમની સાથે ર્ડા.દેવજીભાઈ રમેશભાઈ (જિ.પં.ડેલીગેટ) ભીખીબેન વોરા, મલાબેન, અંજીબેન, અલકાબેન જોષી અને અલકાબેન નાઈ વગેરે આગેવાનો ડોર ટું ડોર પ્રચાર કરી રહ્યા છે. અને કેશાજી ને ભવ્ય વિજય મળે તે માટે મહેનત કરી રહ્યા છે. આ વિસ્તારની અઢારે આલમ ના વડીલો અને યુવાનો કેશાજી ની સાથે રહેશે તેવી ખાતરી આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.