“અમો મતદાન કરીશું અને અમારા પરિવારજનોને પણ મતદાન કરાવીશું” ના શપથ લેવડાવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના વિવિધ તાલુકાઓ અને ગામોમાં સ્વ સહાયજૂથોની મહિલાઓ થકી મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાયું

લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 અન્‍વયે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ સાથે બનાસકાંઠા જિલ્લામાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્‍લામાં દરેક મતદાર અચૂક મતદાન કરે અને વિક્રમજનક મતદાન થાય તે હેતુથી બનાસકાંઠા જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલની સુચના અને માર્ગદર્શન અનુસાર વિવિધ કાર્યક્રમો યોજીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામોમાં સ્વ સહાયજૂથોની મહિલાઓ થકી મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

એન.આર.એલ.એમ. યોજના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સખી મંડળો(સ્વ સહાયજૂથો)ની મહિલાઓ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા માટે શપથ ગ્રહણ, રેલી, સૂત્રોચ્ચાર, રંગોળી, મીટીંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદારોને મતદાન કરવાની હાકલ કરવામાં આવી હતી. આ સ્વ સહાયજૂથોની મહિલાઓ દ્વારા અમો મતદાન કરીશું અને અમારા પરિવારજનોને પણ મતદાન કરાવીશું તેવા શપથ ગ્રહણ કરાવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.