માલપુરના અણિયોર નજીક કાર અચાનક સળગી ઉઠી

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ અરવલ્લી : માલપુરના અણિયોર નજીક કારમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. ગત મોડીરાત્રે અચાનક એક કારમાં આગની ઘટનાથી આસપાસના લોકો સહિત સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સ્થાનિકોના મતે કારમાં આગ લાગ્યા બાદ માલિક પણ સ્થળ પર જોવા નહિ મળતાં તે પણ કારમાં ભુંજાયા હોવાનું મનાઇ રહ્યુ છે.
અરવલ્લી જીલ્લાના માલપુરના અણિયોર નજીક કારમાં આગની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડીરાત્રે ઉભરાણ રોડ પર ખલિકપુર નજીક વાત્રક બ્રિજ પર કારમા આગની ઘટના સામે આવી છે. મોડીરાત્રે કારમાં લાગેલી આગ બાદ કાર માલિક પણ જોવા નહિ મળતાં તે પણ કારમાં ભુંજાયા કે પછી કાર મુકી જતાં રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.