ઈન્ડોનેશિયામાં કોરોનાનુ પ્રમાણ વધતા ઓક્સિજનની અછત સર્જાઈ,લોકો ઘરોમાં મરી રહ્યા છે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઈન્ડોનેશિયામાં કોરોનાએ જોર પકડ્યુ છે.ત્યારે તાજેતરમાં ભારતને મદદ કરનાર આ દેશમાં વર્તમાન સમયમાં ઓક્સિજનના અને બીજા મેડિકલ સપ્લાયની તંગી સર્જાઈ રહી છે.ઈન્ડોનેશિયાની હોસ્પિટલોમાં બેડ બચ્યા નથી અને લોકો સારવારના અભાવે ઘરમાં જ મરી રહ્યા છે.ભારતમાં એપ્રિલ મહિનામાં કોરોનાની લહેર પીક પર હતી ત્યારે ઈન્ડોનેશિયાએ ભારતને ઓક્સિજન ટેન્કરો મોકલીને મદદ કરી હતી.પરંતુ વર્તમાન સમયમા ઈન્ડોનેશિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ત્યારે ઈન્ડોનેશિયાની સરકારે સિંગાપુર તેમજ ચીન સહિતના દેશો પાસેથી મદદ માંગી છે.સિંગાપુરથી 1000થી વધારે ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર અને બીજા ઉપકરણોની પહેલી ખેત ઈન્ડોનેશિયા પહોંચી છે.ઓસ્ટ્રેલિયાએ પણ 1000 વેન્ટિલેટર મોકલ્યા છે.બીજીતરફ ઈન્ડોનેશિયા સિંગાપુર પાસે 36,000 ટન ઓક્સિજન અને ઓક્સિજન માટેના પ્લાન્ટ ખરીદવાની યોજના બનાવી રહ્યુ છે.આ સિવાય અમેરિકા તથા યુએઈએ પણ ઈન્ડોનેશિયાને મદદ કરવાની તૈયારી બતાવી છે.ઈન્ડોનેશિયામાં કોરોના સંક્રમણના 24 લાખથી વધુ કેસ છે અને 63,000 લોકોના મોત થયા છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39,000 કેસ સામે આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.