બ્રેકીંગ: કલકત્તા હાઈકોર્ટનો મોટો નિર્ણય, 2010 બાદ આપવામાં આવેલા તમામ ઓ.બી.સી પ્રમાણપત્રો રદ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં કલકત્તા હાઈકોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે. કલકત્તા હાઈકોર્ટે 2010 પછી આપવામાં આવેલા તમામ OBC પ્રમાણપત્રો રદ કરવાનો આદેશ આપ્યો છે. આદેશ અનુસાર, આ નિર્ણયથી જે લોકોને નોકરી મળી છે અથવા જેઓ નોકરી મેળવવાની પ્રક્રિયામાં છે તેમના પર કોઈ અસર નહીં થાય. હાઈકોર્ટે 2010 પછી બનેલી તમામ OBC યાદીઓ રદ કરી દીધી છે.

5 લાખ OBC પ્રમાણપત્રો થશે રદ: કલકત્તા હાઈકોર્ટે આપેલા નિર્ણયના પરિણામે લગભગ 5 લાખ OBC પ્રમાણપત્રો રદ થવા જઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ અધિનિયમ 1993 મુજબ ઓબીસીની નવી યાદી તૈયાર કરવાની છે. સૂચિને અંતિમ મંજૂરી માટે વિધાનસભામાં રજૂ કરવી આવશ્યક છે. 2010 પહેલા ઓબીસી કેટેગરી તરીકે જાહેર કરાયેલા જૂથો માન્ય રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.