પાલનપુર ફાયર વિભાગમાં બોટ અને ટ્યુબવેલ કેમેરાની સુવિધા ઉપલબ્ધ કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

પુર જેવી સ્થિતિમાં બોટની જરૂરિયાત ઊભી થતી હોય છે: બોરવેલ કેમેરાથી 100 મીટર ની રેન્જ સુધી ની અંતરની માહિતી મેળવી શકાશે

પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગ ખાતે આગામી ચોમાસાને ધ્યાને લઈ સરકાર દ્વારા એક બોટ તેમજ બોરવેલ કેમેરાની સુવિધા આપવામાં આવતા પૂરની સ્થિતિ માં તેમજ બોરવેલ માં 100 મીટર સુધીના અંતર અંગેની જાણકારી મેળવી શકાશે.

બનાસકાંઠા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાય તો પાલનપુર નગર પાલિકા પાસે બોટની સુવિધા ન હતી. જેથી સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં બોટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેના પગલે પાલનપુર નગર પાલિકાને પણ બોટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી આગામી સમયમાં ચોમાસામાં પૂર જેવી સ્થિતિ સર્જાય તો બોટનો ઉપયોગ કરી લોકોના જાનમાલને બચાવી શકાશે. તેમજ અવાર- નવાર મોટા શહેરોમાં બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા પાલનપુર નગરપાલિકાને (બોરની) ટુબવેલ માટેનો કેમેરો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. જેથી તે કેમેરો બોરવેલ માં 100 મીટર ના અંતર સુધી કોઈ પણ ચીજ વસ્તુનું ચકાસણી કરી તેની જાણકારી આપી શકે છે.

ફાયરના સાધનો રાખવા જગ્યાનો અભાવ: સરકાર દ્વારા પાલનપુર ફાયર વિભાગને જુદા જુદા હેવી સાધનો ઉપલબ્ધ કરવામાં આવે છે પરંતુ આ સાધનોને રાખવા માટે ને સુવિધા ઉપલબ્ધ નથી જેથી નવા સાધનો બગડી શકે છે તેમજ કર્મચારીઓને પણ ઊંચા ભાડા ચૂકવી ભાડેથી રહેવું પડતું હોય છે. જેથી પાલિકા દ્વારા શહેરના મધ્યમાં આવેલ જગ્યા પર ફાયર સ્ટેશનની જગ્યા ફાળવી તેને બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે. અત્યારે જે ફાયર સ્ટેશન ઉપલબ્ધ છે તે જર્જરીત અવસ્થામાં જોવા મળી રહ્યું છે.

ઓક્સિજન સિલિન્ડર ભરવા માટેનું મશીન ઉપલબ્ધ કરાયું: બનાસકાંઠા જિલ્લામાં તેમજ પાલનપુર શહેરમાં જો કોઈ આગની મોટી દુર્ઘટના સર્જાઈ હોય અને વધુ પ્રમાણમાં ધુમાડો હોય તેવા સમયે ઓક્સિજનની બોટલો લગાવીને આગ બુજાવવા માટે જવું પડતું હોય છે. તેવી સ્થિતિમાં બોટલો ખલાસ થાય તો ભરવા માટે ક્યાં જવું તે માટે થઈ પાલનપુર નગરપાલિકાને ઓક્સિજનની બોટલો રિફ્લિંગ કરવા માટેનું મશીન ઉપલબ્ધ કરાયું છે. જે ટૂંક સમયમાં કાર્યરત થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.