મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ના હસ્તે પાટણ નગરપાલિકાના વિકાસ કાર્યો માટે રૂ. 4 કરોડનો ચેક અર્પણ કરાયો

પાટણ
પાટણ

મુખ્યમંત્રી ના વરદ હસ્તે ચેક ગ્રહણ કરતાં પાલિકા પ્રમુખ અને ચિફ ઓફિસર: ગાંધીનગર સ્થિત મહાત્મા મુખ્યમંત્રી મંદિર ખાતે ગુરૂવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને શહેરી વિકાસ અને જનસુવિધાનાં વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂ.2111 કરોડના ચેક અર્પણ કરવાનો કાયૅક્રમ યોજાયો હતો. જેમાં પાટણ નગરપાલિકા ને પણ શહેરના વિકાસ કામો માટે રૂ. 4 કરોડનો ચેક અપૅણ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી સહિત ના મંત્રીઓ અને મહાનુભાવો ની ઉપસ્થિત મા પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને ચિફ ઓફિસર નિતિનભાઇ બોડાત ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે પાટણ શહેરના વિકાસ કાર્યો માટે રૂ. 4 કરોડનો ચેક અપૅણ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.