ગરમીની અસર શાકભાજી પર થતા શાકભાજી મોંઘી : જેને લઈને ઉત્પાદન ઘટતા આવકમાં ઘટાડો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી 43થી 45 ડિગ્રી તાપમાન હોવાને લઈને શાકભાજી પર અસર જોવા મળી છે. જેને લઈને ઉત્પાદન ઘટતા આવકમાં ઘટાડો થયો છે અને સામે ભાવમાં વધારો થયો છે.

ગરમીની અસર શાકભાજી પર થતા શાકભાજી મોંઘી થઇ છે. જેને લઈને ગ્રુહિણીઓને પણ રૂ. 30થી લઈને રૂ. 40 સુધીમાં 500 ગ્રામ શાકભાજી મળી રહી છે. ખેડૂતોએ પણ મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કર્યું છે, પરતું ગરમીના પારાએ આ શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખેરવી દીધા હતા. જો ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ તાપમાં કરમાઈ જતું હતું, જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાકને પૂરતું પાણી આપવા છતાં ઉત્પાદન મળ્યું નથી.

ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દુધી, કાકડી, ટામેટા, ગીલોડા સહિત અન્ય શાકભાજીમાં ગરમીને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીના હોલસેલ બજારમાં પ્રતિ 20 કિલોએ ભારે તેજી જોવા મળી છે. જેની સામે આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 15 દિવસથી આકરી ગરમીને લઈને આ ભાવ ઊંચા બોલાયા છે. ઉત્પાદન ઘટતા માર્કેટમાં આવક પણ ઘટતા 70થી 80 ટકા ભાવમાં વધારો થયો છે. તેવું વેપારીએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.