ઉંઝા માર્કેટ યાર્ડમાં રવિપાકોની સીઝન પુર્ણતાને આરે : વરસાદ ન આવે ત્યાં સુધી આવકો જોવા મળશે

મહેસાણા
મહેસાણા

ખેડુતોને પોષણક્ષમ ભાવો ન મળતાં જીરું, વરિયાળી અને ઈસબગુલની આવકો ઘટી

ગત સપ્તાહે જીરાના ભાવમાં વધ્યા મથાળેથી રૂપિયા ૭૦૦ નો કડાકો

સપ્તાહ દરમિયાન જીરાની ૮૦ થી ૯૦ હજાર જ્યારે વરીયાળી અને ઈસબગુલની ૭૦ થી ૮૦ હજાર બોરીની આવકો નોંધાઈ

જીરામાં નીચા ભાવે સક્ષમ ખેડૂતો વેપારી બન્યા ખેડુતો પાસે માલની પક્કડ હોવાથી માલ બારે માસ જોવા મળશે: ઉંઝા માર્કેટ યાર્ડમાં રવિપાકોની સીઝન પુર્ણતાને આરે છે. મસાલા પાકોની આવકોમાં દિન પ્રતિદિન ઘટતી જોવા મળી રહી છે. ખેડુતોને પોષણક્ષમ ભાવો ન મળતાં જીરું,વરિયાળી અને ઈસબગુલની આવકો ઘટી છે. જીરામાં ગત સપ્તાહે સરેરાશ આવકો ૧૦ થી ૧૫ હજાર બોરીની આવકો જોવા મળી હતી. જ્યારે સપ્તાહ દરમિયાન ૮૦ થી ૯૦ હજાર બોરીની આવકો રહેવા પામી હતી. ભાવમાં ગત સપ્તાહે વધ્યા મથાળેથી રૂપિયા ૭૦૦ નો કડાકો નોંધાયો છે. ૬૦૦૦ રૂપિયાના ભાવ ઘટીને ૫૩૦૦ રૂપિયા થઈ ગયા હતા.

જેના સરેરાશ ભાવ ૪૮૦૦ થી માંડીને ૫૩૦૦ રૂપિયા સુધીના રહ્યા છે. હલકા માલના ૪૮૦૦ થી ૫૦૦૦ રૂપિયા જ્યારે સારા માલના ૫૨૦૦ થી ૫૩૦૦ રૂપિયા રહ્યા હતા. વરસાદ ન આવે ત્યાં સુધી જીરૂં, વરિયાળી, ઈસબગુલની આવકો જોવા મળશે. ઉત્પાદન વધું હોવાથી ભાવમાં વધારો થવાની સંભાવના નથી પરંતુ ભાવ વધે તો આવકો વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. નીચા ભાવે સક્ષમ ખેડૂતો ખરીદી કરી વેપારી બન્યા છે તેથી આવકોમાં કાપ મૂકાયો છે. ખેડુતો પાસે માલની પક્કડ હોવાથી માલ બારે માસ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. જીરાની આવકો ૧૫ જુન સુધી રહેશે. ભાવ નિચા હોવાથી ખેડૂતો વેચવાલીના મુડમાં નથી. સપ્તાહમાં ૮૦ થી ૯૦ હજારની આવકો સામે ૫૦ હજાર બોરીની વેચવાલી છે. દેશાવરમાં કલકત્તા, દિલ્હી, આંધ્રપ્રદેશ જ્યારે ફોરેન માં ચાઈના અને બાંગ્લાદેશની ઘરાકી જોવા મળી રહી છે. એટલે કે ૫૦ ટકા માલ સ્ટોકિસ્ટો પાસે જમા થઈ રહ્યો છે. ભાવમાં સુધારો ધ્યાને આવે તો જીરાની આવકો જુન માસ સુધી જોવા મળશે તેવું લાગી રહ્યું છે.

વરીયાળીની વાત કરી તો, જીરાની સરેરાશ આવકો ૧૮ થી ૨૦ હજાર બોરીની જોવા મળી હતી. જ્યારે ગત સપ્તાહે ૭૦ થી ૮૦ હજાર ગુણીની આવકો જોવા મળી હતી. સરેરાશ ભાવો ૯૦૦ થી ૫૦૦૦ રૂપિયા સુધી રહેવા પામ્યા છે. હલકા માલના ૯૦૦ થી ૧૧૦૦ રૂપિયા, સારા માલના ૧૪૦૦ થી ૨૦૦૦ રૂપિયા જ્યારે આબુરોડ કલર માલના ૨૫૦૦ થી ૫૦૦૦ રૂપિયા સુધીના રહ્યા છે. ફોરેનની ઘરાકી નથી જેથી સ્ટોકીસ્ટો માલનો સ્ટોક કરી રહ્યા છે. આ વર્ષે ગત વર્ષેની તુલનામાં વરીયાળીનું ઉત્પાદન દોઢું થયું છે. ભાવ ઉંચકાય તો આવકો વધશે.

વરસાદ ન આવે ત્યાં સુધી આવકો રહેશે : ઉંઝા માર્કેટ યાર્ડમાં ઈસબગુલની સરેરાશ આવકો ૧૨ થી ૧૫ હજાર બોરી નોંધાઈ છે. ગત સપ્તાહે સરેરાશ ૭૦ થી ૮૦ હજાર બોરીની આવકો નોંધાઈ હતી. ઈસબગુલના સરેરાશ ભાવ ૨૭૦૦ થી ૩૧૦૦ રૂપિયા સુધી રહેવા પામ્યા છે. હલકા માલના ૨૭૦૦ થી ૨૮૦૦ રૂપિયા જ્યારે સારા માલના ભાવ ૩૦૦૦ થી ૩૧૦૦ રૂપિયા જોવા મળી રહ્યા છે. હાલ ઈસબગુલની આવકો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી આવી રહી છે. વરસાદ ન આવે ત્યાં સુધી ઈસબગુલની આવકો જોવા મળશે.

જુન સુધી આવકો જોવા મળશે: ઉંઝા માર્કેટ યાર્ડમાં અજમાની આવકમાં વઘ ઘટ જોવા મળી રહી છે. આજે અજમાની ૨૫૦૦ બોરીની આવકો નોંધાઈ હતી. જ્યારે સરેરાશ ભાવ ૨૦૦૦ થી ૩૫૦૦ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. જ્યારે સારા માલના ૩૦૦૦ થી ૩૫૦૦ રૂપિયા જોવા મળ્યા હતા. ગત વર્ષેની તુલનાએ આ વર્ષે વાવેતર સારૂં હોવાથી ભાવોએ પક્કડ પકડી છે. હાલ અજમાની આવકો સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આવી રહી છે. ગત વર્ષેની તુલનામાં આ વર્ષે ખેડૂતોને માલના સારા ભાવ મળતા આવકો ધીમી ધારે ચાલુ રહેવા પામી છે. અજમાની આવકો ઉત્તર ગુજરાત સહિત ઉંઝા તાલુકાના ગામડાઓમાંથી આવી રહી છે. અજમાના ભાવમાં તેજી હોવાથી મે મહિનાને બદલે જુન સુધી આવકો જોવા મળશે.

૨૦ કિલોના ભાવ

જીરૂં :- સરેરાશ ૪૮૦૦ થી ૫૩૦૦ રૂપિયા

હલકા માલના :- ૪૮૦૦ થી ૫૦૦૦ રૂપિયા

સારા માલના :- ૫૨૦૦ થી ૫૩૦૦ રૂપિયા

વરીયાળી :- સરેરાશ ૯૦૦ થી ૫૦૦૦ રૂપિયા

હલકા માલના :- ૯૦૦ થી ૧૧૦૦ રૂપિયા

સારા માલના :- ૧૪૦૦ થી ૨૦૦૦ રૂપિયા

બેસ્ટ કલર માલના :- ૨૫૦૦ થી ૬૦૦૦ રૂપિયા

ઈસબગુલ :- સરેરાશ ૨૭૦૦ થી ૩૧૦૦ રૂપિયા

હલકા માલના :- ૨૭૦૦ થી ૨૮૦૦ રૂપિયા

સારૂ માલના :- ૩૦૦૦ થી ૩૧૦૦ રૂપિયા

અજમો સરેરાશ ભાવ :- ૨૦૦૦ થી ૩૫૦૦ રૂપિયા

સારા માલના :- ૩૦૦૦ થી ૩૫૦૦ રૂપિયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.