બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પર બોલેરો ગાડીમાંથી રૂપિયા ૧.૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મહેસાણા
મહેસાણા

કુલ રૂપિયા ૪,૧૮,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો: ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી પસાર થઇ રહેલ બોલેરો ગાડીમાંથી ઊંઝા પોલીસે ગેરકાયદેસર વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ નંગ ૮૫૬ કિંમત રૂપિયા ૧,૦૮,૨૦૦ ના મુદામાલ સાથે બે ઈસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગતો અનુસાર ઊંઝા પોલીસ સ્ટેશનના એએસઆઇ મહેન્દ્રભાઈ વિહાભાઈ સહિતનો પોલીસ સ્ટાફ વાહન ચેકીંગ કામગીરીમાં હતો. તે દરમિયાન ખાનગી બાતમી મળેલ કે, એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સિદ્ધપુર તરફથી આવી બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી પસાર થનાર છે.

જેથી પોલીસે વોચ ગોઠવી સદર ગાડી આવતા ચાલક વાઘુસિંગ રામાજી રાજપૂત  રહે મોટી મહુડી તા.દાંતીવાડા જી.બનાસકાંઠા તથા બાજુની સીટમાં બેઠેલ અલ્પેશજી સોનાજી ઠાકોર રહે.મોટી મહુડી તા.દાંતીવાડા જી.બનાસકાંઠા હોવાનુ જણાવેલ. પોલીસે તપાસ કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલો ટીન નંગ ૮૫૬ કિંમત રૂપિયા ૧,૦૮,૨૦૦ તેમજ બોલેરો ગાડી કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ મોબાઇલ ફોન રોકડ રકમ મળી કુલ મુદામાલ રૂપિયા ૪,૧૮,૨૦૦ નો મળી આવ્યો હતો. સદર મુદ્દામાલ ભરેલી ગાડી આપનાર અને ગાડી મંગાવનાર દીપુભા સીંધી સહિત સામે પ્રોહિબેશન ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.