દાંતાથી પાલનપુર હાઇવે પર કારને અકસ્માત નડ્યો : કારનો એરબેગ ખૂલતા કાર સવારનો આબાદ બચાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મોટા ભાગે પહાડી અને ઢળાંગવાળો વિસ્તાર છે. દાંતા તાલુકામાં અનેકો બેફામ વાહનચાલકોના લીધે ઘણીવાર અકસ્માતો સર્જાતા હોય છે. તો સાથે સાથે આ વિસ્તાર ઠળાંગ અને પહાડી હોવાના કારણે પણ અમુકવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજે દાંતા-પાલનપુર હાઈવે માર્ગ પર એક કારનો અકસ્માત સર્જાયો હતો.

આજે દાંતાથી પાલનપુર હાઇવે પર કારને અકસ્માત નડ્યો છે. દાંતાના પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત થયો છે. દાંતાથી કુંડેલ તરફ જઈ રહેલી કારનો અકસ્માત સર્જાયો હતો. કારમાં એક જ જણ સવાર હતો. ત્યારે અકસ્માત સર્જાતા કારનો એરબેગ ખુલતા કાર સવારનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાતા ગાડીના કચ્ચરઘાણ નીકળી ગયા હતા. અકસ્માત થવાનું કારણ કાર ઓવરસ્પીડના લીધે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડના ડિવાઈડર ઉપર થાંભલો તોડી કાર રોંગ સાઈડ પહોંચી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.