![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/ઉંચા-વ્યાજ-અને-એફ-HED.jpg)
ઉંચા વ્યાજ અને એફ.ડી કરાવી આપવાની લાલચ આપી કુલ 24 લોકો સાથે 8 લાખથી વધુની ઠગાઈ
મહેસાણામાં સેવાશ્રય ક્રેડિટ સોસાયટી ચલાવતા શખ્સે 24 લોકો પાસે 8.72 લાખની ઠગાઈ આચરી
મહેસાણામા રહેતા અને સેવાશ્રય કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી ચલાવતા રાવળ પ્રકાશ નામના શખ્સ નાના વ્યાપરીઓ પાસેથી બચત ખાતા ખોલાવી બચત જમા કરાવી ઉંચા વ્યાજ અને એફ.ડી કરાવી આપવાની લાલચ આપી કુલ 24 લોકો સાથે 8 લાખથી વધુની ઠગાઈ આચરી ઓફિસ,મકાન વેચી મારી ફરાર થઇ જતા ભોગ બનાનર લોકોએ મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા તાલુકાના પાલોદર ગામે રહેતી આરતી બેન ઠાકોરએ મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ચાર વર્ષ અગાઉ ગામમાં આવેલા મલાઈ માતાના મંદિરે ચોકી કરતા રાવળ મહેશ ભાઈ એ ફરિયાદી ને કહ્યું હતું કે મારો ભત્રીજો પ્રકાશ રાવળ મહેસાણા ખાતે સેવાશ્રય કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી ચલાવે છે અને દૈનિક બચત,એફ.ડી.અને ઇન્કમ તેક્સ રિટર્ન અને ખાનગી સાપ્તાહિક ન્યૂઝ પેપર ચલાવે છે.અને એમાં રોકાણ કરવાથી સારો ફાયદો થાય છે.આ સંભાળી ફરિયાદી એ વિશ્વાસ કરી પોતે અને પોતાના ગામના 9 લોકોના બચત ખાતા પ્રકાશ રાવળ પાસે ખોલાવ્યા હતા.
જેમાં લોકો 50 થી લઈ 200 રૂપિયા રોજના જમા કરાવતા તેમજ પ્રકાશ રાવળ રોકાણ કરો ને એક નાની ચોપડી આપતો અને એમાં રોજ ના જમા કરાયેલા રૂપિયાની સહી કરતો બાદમાં બધા ને પ્રકાશ રાવળે એક વર્ષના રકમ ના વ્યાજ અને મૂડી પરત આપી વધુ વિશ્વાસ કેળવ્યો હતો.બાદમાં ફરિયાદી એ ફૂલ 1 લાખ રૂ એફ.ડી કરાવ્યા હતાં.બાદમાં પ્રકાશ રાવળ ફરિયાદી પાસે અન્ય લોકો પાસે રહેલ પાસ બુક નવા પૂંઠા લાગવાની હોવાથી એમ કહી લઈ ગયો હતો.અને પરત આવ્યો નહોતો.
બાદમાં લોકોને જાણવા મળ્યું કે પ્રકાશ રાવળ જે ક્રેડિટ સોસાયટી ચલાવતો હતો એ કલાપી નગર મહેસાણામાં આવેલ મકાન અને ઓફિસ ભાડે રાખી હતી અને ખાલી કરી ક્યાંક જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.બાદમાં ફરિયાદી અને અન્ય લોકો શોધખોળ કરતા પ્રકાશ રાવળ ક્યાંક મળી આવ્યો નહોતો ત્યારબાદ આજે મહેસાણા તાલુકા પોલીસમાં 24 લોકો સાથે કુલ 8 લાખ 72 હજાર 500 ની ઠગાઈ આચરી ફરાર થઇ જતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.