બાળ લગ્ન અટકાવવા માટે આસામની હિમંતા સરકાર ઉઠાવશે આ પગલું, અભ્યાસમાં પણ મળશે સહાય 

Business
Business

આસામની હિમંતા વિશ્વ સરમા સરકારે બાળ લગ્નને નિયંત્રિત કરવા માટે છોકરીઓને માસિક ભથ્થું આપવાની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ સરમાએ બુધવારે જાહેરાત કરી હતી કે તેમની સરકાર બાળ લગ્નને રોકવા માટે આગામી પાંચ વર્ષ સુધી ધોરણ 11 થી પીજી સુધી અભ્યાસ કરતી તમામ છોકરીઓને માસિક ભથ્થું આપશે. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કેબિનેટે ‘નિજુત મોઇના’ યોજનાને મંજૂરી આપી છે અને અંદાજ છે કે લગભગ 10 લાખ છોકરીઓને પ્રોત્સાહન આપવા માટે પાંચ વર્ષમાં 1,500 કરોડ રૂપિયાની જરૂર પડશે.

‘પરિણીત મહિલાઓને લાભ નહીં મળે’

તેમણે કહ્યું, ‘વિવાહિત છોકરીઓને આ યોજનાનો લાભ નહીં મળે. અપવાદ એ પરિણીત છોકરીઓ હશે જે પીજી કોર્સમાં અભ્યાસ કરી રહી છે, તેમને પણ લાભ મળશે. તેમણે કહ્યું કે આ યોજનાનો એકમાત્ર ઉદ્દેશ્ય છોકરીના લગ્નમાં ઉતાવળ અટકાવવાનો છે, જેથી તે આર્થિક રીતે સ્વતંત્ર બની શકે અને પોતાના અને પોતાના પરિવાર માટે કમાણી કરવાનું શરૂ કરી શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘આ યોજના છોકરીઓના કુલ નોંધણી ગુણોત્તરમાં નોંધપાત્ર વધારો કરશે.’

કોને કેટલા પૈસા મળશે?

સીએમ સરમાએ જણાવ્યું હતું કે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓને દર મહિને 1,000 રૂપિયા મળશે, જ્યારે ડિગ્રી વિદ્યાર્થીઓને 1,250 રૂપિયા અને પોસ્ટ ગ્રેજ્યુએશનની વિદ્યાર્થિનીઓને 2,500 રૂપિયા મળશે. તેમણે કહ્યું કે, ‘મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોની પુત્રીઓ અને ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સિવાય, તમામ છોકરીઓને તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ યોજનામાં સામેલ કરવામાં આવશે. જૂન અને જુલાઈમાં ઉનાળાની રજાઓ દરમિયાન કોઈ રકમ આપવામાં આવશે નહીં. ભથ્થું એક વર્ષમાં 10 મહિના માટે વિદ્યાર્થીનીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.