સાબરકાંઠા જિલ્લામાં બે અલગ અલગ સ્થળે આગના બનાવો : વીજડીપીમાં અને ખેડબ્રહ્માના પાસે કારમાં આગ લાગી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં બે અલગ અલગ સ્થળે આગના બનાવો બન્યા હતા. હિંમતનગરમાં વીજડીપીમાં અને ખેડબ્રહ્માના રાધિવાડ પાસે કારમાં આગ લાગી હતી. જેને લઈને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

બુધવારે બપોરના સમયે ખેડબ્રહ્માનો પરિવાર અંબાજી દર્શન કરી કારમાં પરત ઘરે આવતા સમયે રાધિવાડ પાસે પેટ્રોલપંપની સામેના ગરનાળાની પાળી સાથે કાર ટકરાઈ હતી. જેને લઈને કારમાં આગ લાગી ગઈ હતી. અકસ્માત થતા કારમાંથી ખેડબ્રહ્માનો પરિવાર બહાર ફેંકાઇ જતા શરીરે ઇજાઓ થઈ હતી. જેને લઈને 108માં તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખેડબ્રહ્મા બાદ ઇડરમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. બનાવ અંગે ખેડબ્રહ્મા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઇજાગ્રસ્તોના નામ

ખુશ્બુ ગૌતમ શાહ (28 વર્ષ)

અનિતા સુરેશ શાહ (55 વર્ષ)

નરેશ સંપતલાલ કોઠારી (35 વર્ષ)

ચિરાગ પ્રકાશ શાહ (28 વર્ષ)

ચમકી નરેશ શાહ (11 વર્ષ)

જીયાન નરેશ શાહ(7 વર્ષ)

તમામ રહે. ખેડબ્રહ્મા

આગની બીજી ઘટના હિંમતનગરના પાણપુર પાટિયા વિસ્તારમાં આવેલા પતરાવાલી મસ્જિદ સામે વીજડીપીમાં આગ લાગી હતી. જેને લઈને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યાર બાદ આજુબાજુ વાળા રહીશોએ પાણી નાખી આગ બુઝાવી હતી. તો આગ લાગવાને લઈને UGVCLને જાણ કરતા સ્થળ પર આવી પહોંચીને કામગીરી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.