ભારતીય ટીમે રોમાંચક મેચમાં પાકિસ્તાની ટીમને 6 રને હરાવ્યું : મેચ હાર્યા બાદ નસીમ શાહની આંખોમાં આંસુ

Sports
Sports

ભારતીય ટીમે રોમાંચક મેચમાં પાકિસ્તાની ટીમને 6 રને હરાવ્યું છે. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને મેચ જીતાડવી. છેલ્લી ઓવરમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.

ભારત સામેની હાર બાદ પાકિસ્તાનનો એક સ્ટાર ખેલાડી ભાવુક થઈ ગયો હતો. ભારત સામેની મેચમાં પાકિસ્તાની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહે સંભાળી હતી. તેણે પહેલા જ બોલ પર ઈમાદ વસીમને આઉટ કર્યો હતો. આ પછી પાકિસ્તાની ટીમને છેલ્લા પાંચ બોલમાં 18 રન બનાવવા પડ્યા હતા. ત્યારે નસીમ શાહ અર્શદીપની સામે હાજર હતા. પરંતુ તે છેલ્લી ઓવરમાં 9 રન બનાવી શક્યો હતો.

મેચ હાર્યા બાદ નસીમ શાહની આંખોમાં આંસુ હતા. તેના ચહેરા પર નિરાશાની લાગણી સ્પષ્ટપણે વાંચી શકાતી હતી. આ પછી શાહીન આફ્રિદીએ તેના ખભા પર હાથ મૂક્યો અને તેને મેદાનની બહાર લઈ ગયો. સપોર્ટ સ્ટાફના સભ્યોએ નસીમ શાહને સંભાળ્યા હતા. નસીમ શાહનો રડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઋષભ પંત સિવાય કોઈ પણ ખેલાડી ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે ટીમ માટે 42 રનની ઇનિંગ રમી હતી.

તેના કારણે જ ભારતીય ટીમ 100 રનનો આંકડો પાર કરી શકી હતી. આ પછી જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે સારી બોલિંગ કરી હતી. આ ખેલાડીઓએ પાકિસ્તાની બેટ્સમેનોને મોટા ફટકા મારવા દીધા ન હતા. આ મેચમાં બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.