આવા કલયુગ માં બે લાખ રૂપિયા ની મસમોટી રકમ પરત આપ્યા ના થયા દર્શન

બનાસકાંઠા
બનાસકાંઠા

ઇકબાલગઢ ના 108 ના કર્મચારી કિરણ પટેલ અને પાઇલોટ અરવિંદદાન ગઢવી ની જોવા મળી પ્રામાણિકતા: બનાસકાંઠા જિલ્લા માં અકસ્માતો નો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. દિન પ્રતિદિન અકસ્માતો ની વણઝાર થમવાનું નામ લેતી નથી. અકસ્માતો ની વણઝાર વચ્ચે ક્યારેક માણસ મૃત્યુ અને જિંદગી ની વચ્ચે ઝોલા ખાતું હોય છે તે સમયે સૌ થી પહેલા 108 આવી ને ઉભી રહે છે. અને અકસ્માત પામેલા વ્યક્તિને દવાખાને પહોંચાડવામાં મદદ કરે છે.

આવી અનેક ઘટનાઓ આપણી નજર સમક્ષ આવતી કે સાંભળતા હોઈએ છીએ. તેવામાં ગઈ કાલે એક અકસ્માત માં 108 ના કર્મચારી કિરણ પટેલ અને પાઇલોટ અરવિદદાન ગઢવી ની પ્રામાણિકતા નજરે જોવા મળી હતી. ગઈ કાલે રાત્રે આબુરોડ થી પાલનપુર એક ટ્રક ને ભડથ ના પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માત માં ટ્રક ના ચાલક ને પગ માં ફ્રેકચર થયુ હતું. જેના લીધે ઘણું લોહી વહી ગયું હતું. તે સમયે ટ્રક ચાલક જોડે બે લાખ રૂપિયા રોકડ રકમ હતી. ત્યાં  108 ના કર્મચારી અને પાઇલોટે પહોંચી ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ટ્રક ચાલક ને પાલનપુર સિવિલ માં દાખલ કરાવ્યો હતો. અને બે લાખ રૂપિયા ની જાણ થતા ટ્રક ચાલક ના માલિક ને બોલાવીને તેમને બે લાખ રૂપિયા પરત આપ્યા હતા. આવા કલિયુગ માં પણ આવી પ્રામાણિકતા ના દર્શન થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.