હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી વિરોધ : આતંકવાદીઓએ ને કડકમાં કડક સજા કરવા માગ કરાઈ

મહેસાણા
મહેસાણા

જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણો દેવી કટરાથી શિવ ખોડી જતા સમયે 9 જૂને હિન્દુ યાત્રાળુઓની બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં હુમલામાં 10 યાત્રાળુઓના મોત થયા હતા. જેને લઇ સમગ્ર દેશમાં વિરોધ ફેલાયો છે, ત્યારે તમામ હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિસનગરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને ઉદ્દેશીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આ હુમલો કરનાર આંતકીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

જમ્મુ કાશ્મીરના રિયાશીમાં નિર્દોષ યાત્રાળુઓની બસ પર આંતકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં નિદોર્ષ 10 યાત્રાળુઓના મોત નીપજ્યા હતા. જેને લઇ આતંકવાદીઓ સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિસનગરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ તમામ હિન્દુ સંગઠનો દ્વારા રાષ્ટ્રપતિને ઉદ્દેશીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આવેદનપત્ર આપી ભારતના રાષ્ટ્રપતિને સંદેશ પહોંચાડીને આતંકીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.