ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલી મિલકતોના સર્વે : ધાનેરાની 18 સરકારી કચેરીમાં નથી ફાયર સેફ્ટી

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા પાલિકા દ્વરા ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલી મિલકતોના સર્વે કરી ફાયર સેફ્ટી નથી એવા 147 એકમોને તા.15 જૂન સુધીની નોટિસ આપી ફાયર સેફ્ટી બાબતની એનઓસી રજૂ કરવા માટેનો આદેશ કર્યો છે. જેમાં 43 એકમોએ એનઓસી મેળવી હતી. આમ ફાયર એનઓસી મેળવવા માટે આજે છેલ્લો દિવસ છે.

પાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં હોટલ-6, શોપિંગ સેન્ટરો-37,. પેટ્રોલ પંપ-5, શાળાઓ-10, હોસ્પિટલ-4, સરકારી કચેરી-18, સામાજિક વાડી-2, હોસ્ટેલ-28, ભંગારનું કામ કરતા એકમો-7, તેમજ અન્ય વાણિજ્ય એકમો-30 છે. આમ ધાનેરા નગરપાલિકાના સર્વેમાં 147 એકમોને આજ સુધી એટલે કે 15 જૂન સુધી ફાયર સેફટીની જરૂરી સુવિધાના સાધનો લગાવી એનઓસી રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.

જેમાં ધાનેરા શહેરી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ચાલતી હોસ્ટેલો જેમાં બાળકો રહે છે. સરકારી કચેરીઓ પણ વધારે છે. અત્યાર સુધી 43 એકમોએ નિયમોનું પાલન કરી એનઓસી મેળવી છે. જેમાં હોસ્પિટલ-25, શાળાઓ-14, શોપિંગ સેન્ટર-3 અને એક હોટેલનો સમાવેશ થાય છે. પાલિકાના મુખ્ય અધિકારી રૂડાભાઈ રબારીએ ફાયર સેફ્ટીને લઈ માહિતી આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.