રાજ્યવ્યાપી ડ્રોન ટેકનોલોજીનો મુખ્યમંત્રીનાં હસ્તે ગાંધીનગરથી પ્રારંભ

ગુજરાત
ગુજરાત

કૃષિ ક્ષેત્રે દેશ અને રાજ્યનો અતિ મહત્વકાંક્ષી ડ્રોન પ્રોજેક્ટનો પ્રારંભ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામે કરવામાં આવ્યો છે. ઇફકો દ્વારા સંશોધન કરવામાં આવેલા નેનો યુરિયાને ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેડૂતોના ખેતરમાં છંટકાવ કરી આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફકત 20 મિનિટમાં 1 હેકટર જેટલા વિસ્તારમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે અને ખેત મજુરની સમસ્યાનું નિવારણ થઈ શકે છે ખેડૂતોનો સમય અને ઉર્જા બચાવી ખેડૂતોને સમૃધ્ધ બનાવવા માટે કૃષિમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન અંતર્ગત “કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ” યોજના હેઠળ કુલ રૂ.35 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.

આ યોજનામાં કુલ 1.40 લાખ એકર વિસ્તાર આવરી લેવાનું આયોજન છે. યોજના હેઠળ ખેડૂતને એક એકરમાં ડ્રોન દ્વારા છંટકાવ માટે વધુમાં વધુ રૂ.500 સહાય આપવામાં આવશે અને જમીન ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં કુલ રૂ. 2500ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. આજના પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના કિસાનોની આવક બમણી કરવાના તેમજ વિવિધ પાકોના વાવેતરથી વેચાણ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારના ખેડૂત કલ્યાણ લક્ષી આયોજનની ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ઉપસ્થિત સૌને હર ઘર તીરંગા અભિયાનમાં ઉત્સાહ પૂર્વક જોડાઈ આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાઈ પ્રધાનમંત્રીના આહ્વાન ને ઝીલી લેવાં અનુરોધ કર્યો હતો. ત્યારે ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્ય શંભુજી ઠાકોર તેમજ અગ્રણીઓ અને સચિવ ભીમાજીયાની, કૃષિ નિયામક સોલંકી અને ખેડૂતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.