28 વર્ષીય યુવાને ઓનલાઇન ગેમના રવાડે ચડીને રૂપિયા હારી જતા આપઘાત કર્યો

ગુજરાત
ગુજરાત

ઓનલાઇન ગેમ રમવાના ટ્રેન્ડમાં લોકોને તેની એટલી બધી આદત પડી જાય છે કે તેની ખોટી અસર તેમના જીવન પર થવા લાગે છે. નાના બાળકો, યુવાનો થી લઈને તમામ ઉંમરના લોકોને પણ ઓનલાઇન ગેમનું ભારે વળગણ હાલ જોવા મળે છે પરંતુ ઓનલાઇન ગેમ રમવાનો આ ચસકો કયારેક જીવલેણ સાબિત થઇ શકે છે તેવો જ એક બનાવ વડોદરામાં બન્યો છે જેમાં એક 28 વર્ષીય યુવાને ઓનલાઇન ગેમના રવાડે ચડીને રૂપિયા હારી જતા આપઘાત કર્યો છે. આ મામલે પોલીસે મૃતકનો ફોન અનલોક કરવાની કામગીરી હાથ ધરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ એક આઘાતજનક ઘટના છે યુવાનના પરિવાર માટે, વડોદરાના એલેમ્બિક રોડ એફ.સી.આઇ.ગોડાઉનની બાજુમાં એક કોમ્પલેક્સમાં ૨૮ વર્ષનો યુવાન રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. તે પોતાની માતા સાથે રહેતો હતો જયારે તેના પિતાનું અવસાન થયું છે. આ યુવાન ને ઓનલાઇન ગેમ રમવાનો ખૂબ ચસકો લાગ્યો હતો, તેની પાસે નવો ફોન ખરીદવાના પૈસા ન હોવાથી જૂનો મોબાઇલ ફોન રિપેર કરાવ્યો હતો. મોબાઇલ ફોન પર તે ઓનલાઇન ગેમ રમતો હતો. આ 28 વર્ષીય યુવાન ને ડ્રેગન ટાઈગર નામની ગેમ ઓનલાઇન રમતો હોવાનું બહાર આવ્યું હતું.

સાંજના સમયે આ યુવાને ઘરે પંખાના હુક સાથે રૃમાલ બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. થોડા સમય પછી તેની ભાણી ઘરે આવતા તેણે જોયું તો યુવાને આપઘાત કરી લીધો હતો.  આ અંગે તેણે પરિવારજનોને જાણ કરતા તેમણે સયાજીગંજ પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં જણાયું હતું કે, એક 28 વર્ષીય યુવાન  ડ્રેગન ટાઈગર નામની ગેમના રવાડે ચઢી ગયો હતો. જેમાં તે રૂપિયા હારી જતા તે ટેન્શનમાં આવી ગયો હતો. જેને કારણે તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે. આ યુવાનનો મોબાઇલ ફોન લોક હોવાથી વધુ વિગતો મળી નથી. ફોનનું લોક ખોલી પોલીસ ગેમ અંગેની વિગતો મેળવશે. પોલીસે ફોન અનલોક કરવાની કામગીરી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.