કમોસમી વરસાદની આગાહીને લઈ બનાસકાંઠા વહીવટ તંત્રએ ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અનુરોધ કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

હવામાન ખાતા દ્વારા આગામી 16 મે, 2024 સુધી બનાસકાંઠા સહીત ગુજરાત ના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, જેમાં વહીવટ તંત્ર દ્વારા બનાસકાંઠા ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અપીલ કરી છે.

વરસાદના સમયે પાકરક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદમાં થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે.

વધુમાં જણાવ્યા પ્રમાણે, વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો. આ ઉપરાંત APMCમાં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આમ, APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.