અદાણી-અંબાણી પૈસા આપતા નથી એટલે જ કોંગ્રેસના નેતાઓ તેમની વિરુદ્ધ બોલે છે : અધીર રંજન ચૌધરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોંગ્રેસ ના નેતા અધીર રંજન ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે ‘કોંગ્રેસના નેતાઓ સંસદમાં અદાણી-અંબાણી વિરુદ્ધ બોલે છે કારણ કે તેઓ અમને પૈસા આપતા નથી.’

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કોંગ્રેસનો પર્દાફાશ કર્યો છે તે વીડિયો સામે આવ્યો છે, તેમાં અધીર રંજન ચૌધરી એક મીડિયા ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. આ દરમિયાન પત્રકારે તેમને અદાણી અંબાણી પર હુમલા અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમે સંસદમાં અદાણી અંબાણી વિશે ચોક્કસપણે ખરાબ બોલીએ છીએ કારણ કે તેઓ અમને પૈસા મોકલતા નથી. જો તેમણે પૈસા મોકલ્યા હોત તો અમે પણ ચૂપ રહ્યા હોત. અધીર રંજનના આ શબ્દો સાંભળીને પત્રકાર જોર જોરથી હસવા લાગે છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ કહે છે કે પહેલા પૈસા મોકલો અને પછી તેઓ આ અંગે વિચાર કરશે.

થોડા દિવસ અગાઉ તેલંગાણામાં ભાજપની ચૂંટણી પ્રચારની રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અંબાણી અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓના નામે કેન્દ્ર પર નિશાન સાધવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “મિત્રો, તમે જોયું જ હશે કે છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસના ક્રાઉન પ્રિન્સ (રાહુલ ગાંધી) સવારે ઉઠતાની સાથે જ મંત્રોચ્ચાર શરૂ કરી દેતા હતા. જ્યારથી તેમનો રાફેલ મુદ્દો શાંત થયો છે, ત્યારથી તેમણે એક નવો તાર લગાવ્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી તે પાંચ ઉદ્યોગપતિઓના નામ જપતા રહ્યા અને પછી તેમને ધીમે ધીમે અંબાણી-અદાણી વિશે વાત કરવાનું શરૂ કર્યું. પરંતુ, જ્યારથી ચૂંટણી જાહેર થઈ ગઈ છે, તેમને અંબાણી અને અદાણીની ટીકા કરવાનું બંધ કરી દીધું છે. આજે હું તેલંગાણાના લોકોને પૂછવા માંગુ છું કે, શું આ રાજકુમાર કહી શકશે કે તેમને આ ચૂંટણી માટે અંબાણી-અદાણી પાસેથી કેટલી સંપત્તિ એકઠી કરી છે? તમે કાળા નાણાની કેટલી કોથળીઓ લીધી છે? કોંગ્રેસ માટે નોટો ભરેલી વાન પહોંચી છે? શું થયું કે તમે રાતોરાત અદાણી-અંબાણીઓની ટીકા કરવાનું બંધ કરી દીધું? અહીં ચોક્કસપણે કંઈક ખોટું છે. ”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.