મેટા અને જિયો પ્લેટફોર્મે વ્હોટ્સએપ જિયોમાર્ટ લોન્ચ કરવા સહયોગ સાધ્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મેટા અને જિયો પ્લેટફોર્મ્સે વ્હોટ્સએપ પર સૌપ્રથમ વખત એન્ડ-ટુ-એન્ડ ખરીદીનો અનુભવ લોન્ચ કર્યો હોવાની આજે ઘોષણા કરી છે, જ્યે ગ્રાહકો તેમના વ્હોટ્સએપ ચેટમાંથી જિયોમાર્ટમાંથી ખરીદી કરી શકે છે. વિશ્વમાં પ્રથમ વ્હોટ્સએપ પર જિયોમાર્ટ, જે લોકોએ અગાઉ ઓનલાઇન ક્યારેય ખરીદી કરી નથી તેમના ભારતમાં જિયોમાર્ટના સમગ્ર કરિયાણાના કેટલોગ મારફતે અંતરાયમુત બ્રાઉઝ કરી શકશે, કાર્ટમાં આઇટમો ઉમેરી શકશે અને ખરીદી પૂર્ણ થયે ચૂકવણું પણ વ્હોટ્સએપ ચેટ છોડ્યા વિના કરી શકશે.

ફેસબુક પોસ્ટમાં મેટાના સ્થાપક અને સીઇઓ માર્ક ઝૂકરબર્ગે જણાવ્યું હતુ કે જિયોમાર્ટ સાથે ભારતમાં અમારી ભાગીદારીનો પ્રારંભ કરતા ખુશી અનુભવુ છું. વ્હોટ્સએપ પર એન્ડ-ટુ-એન્ડ ખરીદીનો સૌપ્રથમ વખતો અનુભવ છે – જેમાં લોકો ચેટ પર જિયોમાર્ટમાંથી કરિયાણુ ખરીદી શકે છે. બિઝનસ મેસેજિંગ ખરેખર વેગ ધરાવતુ ક્ષેત્ર છે અને આના જેવું ચેટ-આધારિત અનુભવો ધરાવે છે જે આગામી વર્ષોમાં લોકોમાં અને બિઝનેસીસમાં સંદેશાવહન કરવા માટે અસ્તિત્વમાં આવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યુ હતુ કે “ભારતની પ્રજા વિશ્વની અગ્રણી ડિજીટલ સોસાયટી બને તેવું અમારુ વિઝન છે. જ્યારે જિયો પ્લેટફોર્મ્સ અને મેટાએ 2020માં ભાગીદારીની શરૂઆત કરી હતી ત્યારે માર્ક અને મે વધુને વધુને લોકોને અને બિઝનેસીસને ઓનલાઇન લાવવાનું સ્વપ્ન સેવ્યુ હતું અને એવા સચોટ નવીન ઉકેલોનું સર્જન કર્યુ હતુ કે જે પ્રત્યેક ભારતીયના રોજિંદા જીવનમાં સુગમતામાં વધારો કરશે. અમારા નવીન ગ્રાહક અનુભવના ઉદાહરણથી વ્હોટ્સએપ પર જિયોમાર્ટ સાથે સૌપ્રથમ વખત એન્ડ-ટુ-એન્ડ ખરીદી અભવ વિકસાવવા માટે ગર્વ અનુભવીએ છીએ. વ્હોટ્સએપ પર જિયોમાર્ટ એ કરોડો ભારતીયોને ઓનલાઇન ખરીદી કરવાના સરળ અને સુગમ માર્ગ પૂરો પાડવા તરફેની અમારી વધુ પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
આ લોન્ચ ભારતના ડિજિટલ રૂપાંતરણને વેગ આપવા અને તમામ કદના લોકો અને વ્યવસાયોને નવીન રીતે જોડાવા અને દેશમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે મેટા અને જિયો પ્લેટફોર્મ્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનો એક ભાગ છે. વ્હોટ્સએપ પરનો જિયોમાર્ટ અનુભવ લોકોના ખરીદીની અનુભવમાં અપ્રતિમ સરળતા અને સગવડ લાવી દેશભરના લાખો વ્યવસાયો તેમના ગ્રાહકો સાથે કનેક્ટ થવાની રીતમાં ક્રાંતિ લાવશે.

ઉપભોક્તા વ્હોટ્સએપ પર જિયોમાર્ટ number પર ફક્ત ‘Hi’ મોકલીને વ્હોટ્સએપ દ્વારા જિયોમાર્ટ પર ખરીદી શરૂ કરી શકે છે.
Download link to: Official photo & video assets

મેટા વિશે
મેટા એવી ટેક્નોલોજી બનાવે છે જે લોકોને જોડવામાં, સમુદાયો શોધવામાં અને વ્યવસાયો વધારવામાં મદદ કરે છે. જ્યારે ફેસબુક 2004માં શરૂ થયું, ત્યારે તેણે લોકોની જોડાવાની રીત બદલી નાખી હતી. મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવી એપ્સે વિશ્વભરના અબજોને વધુ સશક્ત કર્યા છે. હવે, મેટા 2D સ્ક્રીનોથી આગળ વધીને સામાજિક ટેક્નોલોજીમાં આગામી ઉત્ક્રાંતિના નિર્માણમાં મદદ કરવા ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી જેવા તરબોળ અનુભવો તરફ આગળ વધી રહી છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમીટેડ વિશે
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમીટેડ (આરઆરવીએલ) એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની અને આરઆઇએલ ગ્રુપની દરેક રિટેલ કંપનીઓની હોલ્ડિંગ કંપની છે. આરઆરવીએલએ 32 માર્ચ 2022ના રોજ પૂરા થતા વર્ષને અંતે સંયુક્ત ટર્નઓવર રૂ. 199,704 કરોડ (26.3 અબજ ડોલર) અને ચોખ્ખો નફો રૂ. 7,055 કરોડ (931 મિલીયન ડોલર)નો પ્રાપ્ત કર્યો હતો.

આરઆરવીએલ એ બહોળો વ્યાપ ધરાવતી ભારતની સૌથી મોટી અને અત્યંત નફાકારક રિટેલર છે. વધુમાં તે ડેલોઇટ્સ ગ્લોબલ પાવર્સ ઓફ રિટેલીંગ 2022 ઇન્ડેક્સમાં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા રિટેલર્સમાં લિસ્ટેડ છે. તે ટોપ ગ્લોબલ રિટેલર્સ યાદીમાં 56મો ક્રમ અને ટોપ 100માં સમાવવામાં આવનાર એકમાત્ર ભારતીય રિટેલર છે.

જિયો પ્લેટફોર્મ્સ લિમીટેડ વિશે
જિયો પ્લેટફોર્મ્સ લિમીટેડ (“જિયો”) એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની છે જેણે અદ્યતન 4G LTE ટેકનોલોજી (તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ જિયો ઇન્ફોક્મ લિમીટેડ) સાથે વૈશ્વિક કક્ષાનું ઓલ-આઇપી ડેટા મજબૂત ફ્યુચર પ્રુફ નેટવર્ક તૈયાર કર્યુ છે. પહેલેથી જ મોબાઇલ વીડિયો નેટવર્ક તરીકે કલ્પના કરાયેલ અને જન્મ લેનાર આ એક માત્ર નેટવર્ક છે અને તે વોઇસ ઓવર LTE ટેકનોલોજીને ટેકો પૂરો પાડે છે. તે ફ્યુચર રેડી છે અને જેમ ટેકનોલોજી 5G, 6G અને તનાથી વધુ ટેકનોલોજી એડવાન્સ થતી હોવાથી વધુ ડેટાને ટેકો પૂરો પાડવા માટે સરળતાથી અપગ્રેડ કરી શકાય છે.

જિયો ભારતીય ડિજીટલ સર્વિસીઝ ક્ષેત્રે પરિવર્તનશીલ ફેરફારો લાવી છે જેથી 1.3 અબજ ભારતીયો માટે ડિજીટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરી શકાય. તેણે એવી ઇકો-સિસ્ટમનું નિર્માણ કર્યુ છે, જેમાં નેટવર્ક ડિવાઇસીસ, એપ્લીકેશન્સ અને કન્ટેન્ટ, પ્લેટફોર્મ્સ, સર્વિસ અનુભવ અને પોષણક્ષમ ટેરિફનો જિયો ડિજીટલ લાઇફ જીવવા માટે સમાવેશ થાય છે. ગ્રાહકોની ઓફર્સના ભાગરૂપે જિયોએ જિયોના ગ્રાહકો માટે ભારતભરમાં કોઇપણ નેટવર્કમાં હંમેશ માટે સંપૂર્ણપણે વિના મૂલ્યે કરીને ભારતીય ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.