શિહોરી વિસ્તારમાં કાળજાળ ગરમીથી રોડ રસ્તાઓ સુમસામ : લોકો ઘરની બહાર નીકળવું ટાળે

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકો સેવાડા વિસ્તાર કચ્છના રણ વિસ્તારને અડીને આવેલ છે ત્યારે આ વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહે છે જેથી શિહોરી તાલુકાના અગ્નિ વર્ષી રહી  છે જેથી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે.

આ વખતે ઉનાળાની સિઝનમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. રોડ રસ્તા સુમસાન બની ગયા છે કાળજાળ ગરમીમાં લોકોને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. એક તરફ આકાશમાંથી  અગ્નિ વર્ષી રહ્યા છે. જેથી અનાયાસે લોકોને બહાર નીકળવું પડે છે પરંતુ સવારથી જ ગરમીનું પ્રમાણ વધવાથી લોકો માત્ર 11 વાગ્યા સુધી બહાર ફરી  શકે છે અને 11 વાગ્યા પછી લોકો ઘરની બહાર નીકળતા નથી અને રસ્તા સુમસાન થઈ જાય છે   જેમાં વાહન ચાલકો પણ પોતાના વાહનો બંધ કરી ક્યાંક છાયડા નો આશરો લેતા જોવા મળ્યા છે.

આટલી ગરમી પડતી હોવાથી  વહીવટી તંત્ર એ પણ લોકોને વગર કામે બહાર નીકળવાનું નહીં અને ગરમી થી રાહત મેળવવા માટે શક્ય હોય તો સુતરાઉ કાપડ પહેરી શરીરનું રક્ષણ કરવા જણાવ્યું હતું દર વર્ષે ઉનાળામાં ગરમી પડે છે પણ આ વર્ષે તો આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે આજરોજ પણ 45 ડિગ્રી ગરમી નોંધાઈ રહી છે આ  કાંકરેજ શિહોરી વિસ્તારમા ગરમી પડવાથી પશુ ઓ પક્ષી ઓ અને લોકો ની હાલત કફોડી બની રહી છે. જેમાં મુખ્ય તો અત્યારે લગ્નસરાની સિઝન પૂર જોશ મા ચાલી રહી છે અને લોકો લગ્ન ની ખરીદી કરવા પણ મોટા પ્રમાણમાંબજારો મા આવે છે. ત્યારે ખરીદી કરનાર લોકો દુકાનની બહાર નીકળવાનું પણ તાળે છે એક તરફ રણ વિસ્તારની લુ ફંકાઈ રહી છે જેથી બીમારી નું પ્રમાણ પણ વધવા નું શક્ય બન્યું છે.

અસહ્ય ગરમી થી રક્ષણ મેળવવા: લોકો ઠંડા નો પણ સહારો  લઇ રહ્યા છે અથવા છાયડા નો પણ સહારો લઇ રહ્યા છે.જેમાં સેવાભાવી લોકો પાણીની પણ વ્યવસ્થા ઓ કરી છે જ્યારે સંત શ્રીદોલતરામ મહારાજ જેવા સેવાભાવી સંતોએ ઠંડી છાશ અને ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરી રહ્યા છે. એ એક પુણ્ય નું કામ કરી રહ્યા છે.ઘણી જગ્યાએ સેવાભાવી લોકો ઠંડી છાશ ની પણ વ્યવસ્થા કરે છે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ સિવાય બહાર ના નીકળવું  તેવી સલાહ આપવા મા આવી રહી છે જેમાં થરા શિહોરી. કસરા. ઉણ. માંડલા કંબોઇ જેવા વિસ્તારો મા તો ગરમી એ મઝા મૂકી છે અને આકાશ માંથી અગન ગોળા વર્ષી રહ્યા છે જેથી લોકો ત્રાહિમમ પોકારી ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.