JNU હિંસા / દિલ્હી પોલીસે હિંસા ભડકાવવાના કેસમાં વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઈશી સહિત ૯ની ઓળખ જાહેર કરી, કોઈની ધરપકડ નહીં

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હીઃ JNU હિંસા મામલાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની એસઆઈટીએ શુક્રવારે તપાસ સાથે સંકળાયેલી મુખ્ય વાતો મીડિયાને જણાવી છે. ડીસીપી જોપ ટિર્કીએ કહ્યું કે હિંસા અને તોડફોડના મામલામાં વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઈશી ઘોષ સહિત ૯ સભ્યોની ઓળખ કરવામાં આવી છે. જોકે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે ઝડપથી આ લોકોને પુછપરછ માટે નોટિસ મોકલવામાં આવી છે. આ પ્રેસ કોન્ફોરન્સ બાદ આઈશી ઘોષે કહ્યું કે મારી પાસે પણ સબુત છે. જોકે તેણે એ જણાવ્યું નથી કે તેની પાસે સબુત કઈ બાબતના છે.
 
ડીસીપી ટિર્કીએ કહ્યું- JNUમાં લેફ્ટ સાથે જોડાયેલા ૪ સંગઠન સતત દેખાવો કરી રહ્યાં છે. આ લોકો નિયમ તોડી રહ્યાં છે અને અવ્યવસ્થા સર્જી રહ્યાં છે. સ્ટુડન્ટ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશન, ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન, ડેમોક્રેટિક સ્ટુડન્ટ ફેડરશન સતત દેખાવો કરી રહ્યાં છે.
 
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ૫ જાન્યુઆરીએ થયેલી હિંસાને મામલે દિલ્હી પોલીસે સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસે કેટલાક બુકાનાધારી હુમલાખોરોની ઑળખ કરી લીધી છે. જેના પોલીસે ફોટા પણ જાહેર કર્યા છે. સૌથી સનસનાટીપૂર્ણ વાત તો એ છે કે હુમલામાં ઘાયલ થયેલી અને પોતે પીડિત હોવાની કાગારોળ મચાવનારી આઈશી ઘોષ જ આ હુમલામાં શામેલ હોવાનું સામે આવ્યું છે.
 
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચના ડીસીપી જૉય ટિર્કીએ કહ્યું હ્તું કે, જેએનયૂ હિંસા કેસની તપાસને લઈને અનેક ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ૧ જાન્યુઆરીથી લઈને ૫ જાન્યુઆરી સુધી યૂનિવર્સિટીમાં રજીસ્ટ્રેશન થવાનું હતું. પરંતુ  SFI, AISA, AISF અને DSF વિદ્યાર્થી સંગઠનોએ અનેક વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન રોકતા રોક્યા હતા. રજિસ્ટ્રેશન કરનારા વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવ્યા હતાં. આ વિવાદ સતત વધતો ગયો હતો અને અચાનક ૫મી જાન્યુઆરીની એક રાત્રે હિંસા ભડકી ઉઠી હતી

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.