50 ફૂટ નીચે ખીણમાં ખાબકી કાર, ઘટનાના 6 દિવસ પછી જીવંત મળી મહિલા

અમેરિકામાં એક મહિલાની કાર એરિઝોનામાં એક રસ્તા પરથી નીચે ખીણમાં ખાબકી અને એક ઝાડ પર અટકી ગઈ. નવાઈની વાત એ છે કે, કારમાં રહેલી મહિલા અકસ્માતના 6 દિવસ પછી બચાવ દળને જીવંત મળી.
 
એરિઝોનાના લોક સુરક્ષા વિભાગે જણાવ્યું કે, 12 ઓક્ટોબરના રોજ 53 વર્ષીય મહિલા રાષ્ટ્રીય રાજમાર્ગ 60ની નજીક વિકેનબર્ગથી પસાર થઈ રહી હતી.ગાડી પરથી તેણે નિયંત્રણ ગુમાવી દીધું હતું, ત્યારબાદ ગાડી નીચે ખીણમાં પડી ગઈ.રાજ્યની પોલીસે જણાવ્યું કે, મહિલાની ગાડી રાજમાર્ગની રેલિંગ તોડીને અંદાજે 50 ફૂટ નીચે પડીને એક ઝાડ પર અટકી ગઈ. આ ઘટનાનું કોઈ સાક્ષી નહોતું અને મહિલાને શોધવામાં પ્રશાસને 6 દિવસનો સમય લગાવી દીધો.
 
 પોલીસે જણાવ્યું કે, 18 ઓક્ટોબરના રોજ એરિઝોના રાજમાર્ગ પ્રબંધક દળે રાજમાર્ગની રેલિંગ તૂટેલી અને ગાડીને નીચે ઝાડ પર અટકેલી જોઈ. ત્યારબાદ પ્રબંધક દળ અને પોલીસ કાર સુધી તો પહોંચી, પરંતુ કારમાં તેને કોઈ મળ્યું નહી. પછી તેમણે એ રસ્તો શોધ્યો, જ્યાંથી મહિલા નીચે ઉતરી હતી. નિવેદનમાં જણાવાયું કે, 457 મીટર લાંબા રસ્તા પર ચાલતા બચાવકર્મીઓને મહિલા મળી જેને ગંભીર ઈજાઓ થઈ હતી.
 
મહિલાએ પોલીસને જણાવ્યું કે, ઘટના પછી તે ઘણા દિવસ સુધી તેની ગાડીમાં રહી અને ત્યારબાદ કોઈ પ્રકારે બહાર આવીને એ આશામાં રેલ્વે રોડ ટ્રેક તરફ જવા લાગી કે કોઈને કોઈ તેને શોધી કાઢશે, પરંતુ તે એટલી કમજોર થઈ ગઈ હતી કે, તે રેલ્વે ટ્રેક સુધી પહોંચી ના શકી. બાદમાં મહિલાને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલ પહોંચડાવામાં આવી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.