પોસ્ટમેન હવે ઘરે આવીને નાણાં આપી જશે

 પોસ્ટમેન હવે ઘરે આવીને નાણાં આપી જશે
 
ઉપલબ્ધ સુવિધાઓ
 
બચત ખાતુ તથા ચાલુ ખાતુ
એસ. એમ. એસ. મિસકોલ દ્વારા ખાતાનું બેલેન્સ અને ખાતાનું સ્ટેટમેન્ટ
ક્યુ.આર. કાર્ડથી રેલવેની ટીકીટથી માંડી તમામ ડિઝિટલ વ્યવહાર કરી શકાશે.
નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા.
એન. ઇ. એફ. ટી, આર.ટી.જી.એસ.
આઇ. એમ. પી. એસ.
વિજબિલ ચુકવણી.
મોબાઇલ રિચાર્જ
અન્ય પેમેન્ટની સુવિધા.
 
 
પાલનપુર
પાલનપુરમાં મુખ્ય બેંક ઉપરાંત કિર્તિસ્તંભ, ચડોતર, જલોત્રા અને દાંતીવાડામાં ૧લી સપ્ટેમ્બર સેવા કેન્દ્રોનો પ્રારંભ થશે.
ભારત સરકાર દ્વારા તા. ૧લી સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકનો વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થનાર છે. જેમાં બનાસકાંઠા જીલ્લામાં એક મુખ્ય બેંક અને ચાર સેવા કેન્દ્રોનો સમાવેશ કરાયો છે. જ્યાં લોકો પોતાના ખાતા ખોલાવી શકશે. જેમને નાણાંની જરૂર હશે તો પોસ્ટમેન ઘરે આવીને નાણાં સહિતની બેન્કિંગ સુવિધાઓ પુરી પાડશે.
સરહદી બનાસકાંઠા જિલ્લાના પોસ્ટ સુપ્રિન્ટટેન્ડન્ટ એચ. સી. જોષીએ જણાવ્યું હતુ કે, ભારત સરકાર દ્વારા તા. ૧ સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થનાર છે. જેમાં બનાસકાંઠા જીલ્લા મથક પાલનપુર ખાતે મુખ્ય પોસ્ટ ઓફિસમાં બેંક કાર્યરત થશે. જ્યારે પાલનપુરની કિર્તિસ્તંભ પોસ્ટ ઓફિસ ઉપરાંત પાલનપુર તાલુકાની ચડોતર પોસ્ટ ઓફિસ, વડગામના જલોત્રા અને સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી ખાતે ચાર સેવા કેન્દ્રોનો પ્રારંભ કરાશે. જ્યાં લોકો પોતાના ખાતા ખોલાવી શકશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.