ધાનેરાની થાવર સેલ ટેક્સ ઓફિસમાં એ.સી.બી.ની ટીમ ત્રાટકી,બે સેલટેક્સ ઇન્સ્પેક્ટર અને એક એસ આર પી જવાન લાંચ લેતા ઝડપાયા

ધાનેરાની થાવર સેલ ટેક્સ ઓફિસમાં એ.સી.બી.ની ટીમ ત્રાટકી,બે સેલટેક્સ ઇન્સ્પેક્ટર અને એક એસ આર પી જવાન લાંચ લેતા ઝડપાયા
 
ધાનેરાના થાવર આર.ટી.ઓ.ઓફીસની બાજુમાં આવેલી સેલ ટેક્સની ઓફિસમાં સોમવારે મોડી રાત્રે ગાંધીનગર,મહેસાણા અને સાબરકાંઠાની સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુહતું.જે રેડ દરમ્યાન બે સેલટેક્સ ઇન્સ્પેક્ટર અને એક એસ આર પી જવાન ટ્રક ચાલક પાસેથી એન્ટ્રી રૂપે રૂપિયા ર૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. ઝડપાયેલ આરોપીઓમાં નીતેશભાઈ દજાભાઈ ચૌધરી ,આ.પો.કો.વર્ગ ૩,,એસ.આર.પી. જુથ ૬, મુડેટી,ઇડર જી. સાબરકાંઠા,નીતીનકુમાર પરથીભાઇ ચૌધરી કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર,વર્ગ ૩,થાવર મોબાઈક સ્કોડ, થાવર તથા મનીશકુમાર ભાઈચંદભાઈ લિમ્બાચિયા,કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર,વર્ગ ૩,મોબાઈલ સ્કોડ,થાવર, બનાસકાંઠાનો સમાવેશ થાય છે.એ સી બી ના દરોડાથી સેલટેક્સ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.