પોરબંદરથી રાજઘાટ નવી દિલ્હી સુધી ૫૦૦ જવાનોની સાયકલ યાત્રા

થરાદ : ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે દેશના બીએસએફ, એસ.આર.પી. એફ, સી.આઇ. એસ.એફ, એન.જી.એસ અને આસામ રાયફલ બટાલિયનના ૫૦૦ જેટલા જવાનો તથા ૩૦૦ જવાનોના સહાયક સ્ટાફ દ્વારા પોરબંદરથી નવી દિલ્હી રાજઘાટ સુધી સાયકલયાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા અલગ અલગ જિલ્લા તથા રાજ્યોમાંથી પસાર થવાની હોઇ શુક્રવારની સાંજે થરાદ આવતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શનિવારે સવારે રાજસ્થાન જવા પ્રસ્થાન કરાવાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. પુ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ગાંધીજીના  જીવનમુલ્યો, અહિંસા અને સ્વચ્છતા તેમજ ડ્રગના દુષણ સામે જન-જનને સંદેશો પહોંચાડવાના આશયથી ગાંધીભુમિ પોરબંદરના આંગણેથી તા. ૭ સપ્ટેમ્બરના રોજ  સવારે સીઆરપીએફ દ્વારા રાજધાની ન્યુ દિલ્હી સુધીની ૧૩૦૦ કિ.મી.ની સાયકલ યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, એનએસજી અને આસામ રાયફલના ૫૦૦ જવાનો સહભાગી બની પ્રસ્થાન થયા બાદ ચાર રાજ્યો ગુજરાત, રાજસ્થાન, હરિયાણા થઇને ૨ ઓક્ટોબરના રોજ દિલ્હીમાં પ્રવેશશે. શુક્વારની સાંજે યાત્રા બનાસકાંઠા જિલ્લાના થરાદ મુકામે પહોંચતાં થરાદના નાયબ કલેકટર વિસીબોડાણા, પી.આઇ. જે.બી.આચાર્ય, બીઆર પટેલ, શિરસ્તેદાર રમેશભાઇ ગોહિલ અને સ્ટાફ તથા પાલિકા પ્રમુખ લવજીભાઇ વાણીયા, સંઘના ચેરમેન જીવરાજભાઇ પટેલ,બનાસબેંકના ડીરેક્ટર શૈલેષભાઇ પટેલ, કાંગ્રેસ અગ્રણી દિનેશભાઇ ગઢવી, ડીડીરાજપુત,પથુભાઇ રાજપુત, ભાજપના ઉમેદસિંહ ચૌહાણ, દાંનાજી માળી, રૂપસીભાઇ પટેલ, ભેમજીભાઇ પટેલ, પ્રવિણભાઇ માળી, ખાંનાભાઇ પટેલ, ઠાકરશીભાઇ પ્રજાપતિ, વસીમભાઇ પઠાણ સહિત વહીવટીતંત્ર અને રાજકીય અને સામાજીક અગ્રણીઓ અને ભારત વિકાસ પરિષદ તથા લાયન્સ કલબ સહિત સંસ્થાઓએ જવાનોનું ફુલહાર અને ફુલડાંથી સ્વાગત કર્યું હતું. શિવનગર યુવકમંડળ દ્વારા જવાનો માટે પાણીના પાઉચની સેવા કરાઇ હતી. શનિવારની સવારે આઠ વાગ્યે યાત્રાને પ્રસ્થાન કરાવાશે તેમ નાયબકલેક્ટર વી.સી.બોડાણાએ જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.