ડીસાના રાજમંદિર સર્કલ પાસે અકસ્માતમાં પત્નીનું મોતઃ પતિ ઘાયલ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આજરોજ ડીસા રાજમંદિર સર્કલ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં અજાણ્યા વાહનની ટક્કરે  અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે પત્નીનું મોત થયું હતું. જ્યારે પતિને નાની-મોટી ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી અકસ્માતોના બનાવોમાં  ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં અકસ્માતનું કારણ મોટા વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસમાં અનેક જગ્યાએ નાના મોટા અકસ્માતો સર્જાયા છે. જેમાં કેટલાય માસુમ લોકોએ પોતાની મહામૂલી જિંદગી ગુમાવી છે ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ આજરોજ ડીસા રાજમંદિર સર્કલ પાસે બનવા પામ્યો હતો જેમાં દરગાહજી સોલંકી તથા તેમના પત્ની રમીલાબેન પોતાના ઘરેથી ડીસા તરફ આવી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે પત્ની રમીલાબેનનું મોત થયું હતું. જ્યારે દરગાહજીને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્‌યા હતા ત્યારે હાલ ડીસા દક્ષિણ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.