બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટના જજ બન્યા
બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તાને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યા છે.જેઓએ સવારે 10.36 વાગે સુપ્રીમ કોર્ટના કોર્ટ રૂમ 1માં શપથ લીધા હતા.જજ દત્તાના શપથગ્રહણની સાથે સુપ્રીમ કોર્ટમાં જજની કુલ સંખ્યા 28 થઈ ગઈ છે.જસ્ટિસ દત્તાનો જન્મ 9 ફેબ્રુઆરી 1965ના રોજ થયો હતો.સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે તેમનો કાર્યકાળ 8 ફેબ્રુઆરી 2030 સુધીનો રહેશે. સુપ્રીમ કોર્ટમાં સેવાનિવૃતિની વયમર્યાદા 65 વર્ષની છે.