હિંમતનગર તાલુકામાં સગીરાને લલચાવી ફોંસલાવીને અપહરણ
હિંમતનગર તાલુકાના એક ગામમાં સગીરાને લલચાવી ફોંસલાવીને અપહરણ કરનાર યુવક વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ મથકમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતી સગીર દિકરીને સંજય ભરતભાઇ રાવળ નામનો યુવાન ફોંસલાવી લગ્ન કે તેની સાથે શરીર સંબંધ બાંધવાના ઇરાદે અપહરણ કરીને ભગાડી ગયો હતો. જે અંગે ગંગાબેન હરેશભાઇ રાવળે ગ્રામ્ય પોલીસ મથકમાં સંજય ભરતભાઇ રાવળ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.