ગરીબોનું ફ્રીજ : લોકો ફ્રીજને બદલે માટલાનું પાણી પસંદ કાળઝાળ ગરમીમાં ઠંડા… ઠંડા…કુલ…કુલ

બનાસકાંઠા
બનાસકાંઠા

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા… ઠંડા…કુલ…કુલ…માટલાનું ધૂમ વેચાણ: સામાન્ય કરતા કેમીકલ વગરના સફેદ માટલાનું પાણી વધુ ઠંડુ રહે છે: હાલમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ વધતો જાય છે પરંતુ કોરોના કાળમાં કેળવાયેલી લોક જાગૃતિના કારણે લોકો હજુ પણ ફ્રીજનું પાણી પીવાનું ટાળી રહ્યા છે તેથી લાખણી સહિત જિલ્લામાં ‘ગરીબોના ફ્રીજ’ ગણાતા માટલાની માંગ વધી પડી છે. જેમાં અવનવી ડિઝાઇનમાં દેશી સાથે લાલ અને સફેદ માટલાનું ધૂમ વેચાણ થતું હોય છે.સફેદ માટલાં પર વિવિધ રંગો વડે થતાં પેઇન્ટિંગ રસોડાની શોભામાં પણ વધારો કરે છે.

સફેદ માટલાને કોઈપણ પ્રકારના હાનિકારક કેમિકલમાંથી બનાવવામાં આવતું નથી, પરંતુ સફેદ માટલા પણ સામાન્ય રીતે લાલ માટલા જેવી માટીમાંથી જ બનાવવામાં આવે છે. આ માટલાને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. જેથી માટલાનો રંગ કુદરતી રીતે સફેદ થઇ જાય છે, સાથેસાથે તેની અંદર ખૂબજ પોરોસીટી વધી જાય છે.આથી આવા માટલાની અંદર જો પાણી ભરીને રાખવામાં આવે તો તેની અંદર રહેલા છિદ્રો પાણીને ખૂબ ઝડપથી ઠંડુ કરી દે છે, સાથે જ સફેદ માટલાની અંદર ભરેલું પાણી અન્ય માટલા કરતાં વધારે ઠંડુ રહે છે. તેવું માટી કામના કસબી કારીગર સલ્લુભાઈ સુમરા (ઝેરડા) એ જણાવ્યું હતું.

માટી કામને જીવતદાન: કાળમુખા કોરોનાના કારણે લોક જાગૃતિ કેળવાઈ છે. તેથી લોકો ખાવા- પીવામાં સાવધાની દાખવી જૂની અને વડવાઓએ સુચવેલી સાચી પદ્ધતિ અપનાવવા લાગ્યા છે. જેથી રસોઈમાં પણ માટીના તવા, કુકર, કડાઈ,વાટકા, ગ્લાસ, પાણીના બાટલા જેવી ચીજોનો વપરાશ વધવા લાગતા માટી કામ સાથે સંકળાયેલા હજારો લોકોને ઘર આંગણે રોજગારી પણ મળવા લાગી છે. તેથી અનેક કારીગરો સરકારના સંકલ્પ મુજબ સ્વ રોજગાર થકી આત્મનિર્ભર પણ બની રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.