ડીસામાં લીમડાના ઝાડમાં અચાનક આગ ભભૂકતા દોડધામ : પાલિકાની ફાયર ટીમે આગ કાબુમાં લીધી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના રાજપુર લોધા વાસમાં આવેલ એક મંદિરમાં ઉભેલા લીંમડીના ઝાડમાં વહેલી સવારે અચાનક  આગ લાગી હતી. જેની ઉપર આજુબાજુમાં રહેતા લોકોની નજર પડતા લોકોએ બુમાબૂમ કરી હતી. તેથી લોકોએ બાજુમાં બનાવેલ પશુઓને પાણી પીવા માટેના હવાડામાંથી પાણી લાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં આગ કાબૂમાં ના આવતા ડીસા નગપાલિકાના પ્રમુખને જાણ કરવામાં આવી હતી.જેના પગલે ત્યારે નગરપાલિકાનું ફાયર ફાઇટર તાત્કાલિક આવી પહોંચ્યું હતું અને ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.તેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.