પાટણ બેઠકના EVM કતપુર એન્જીનીયરીંગ કોલેજ ખાતેના સ્ટ્રોંગરૂમમાં રખાયા, સ્ટ્રોંગરૂમ બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા

પાટણ
પાટણ

પાટણ લોકસભા બેઠક માટે મંગળવારના રોજ મતદાન યોજાયુ હતું. જેમાં કુલ 58.37ટકા મતદાન નોંધાયુ હતુ મતદાન બાદ તમામ ઇવીએમ મશીનોને પાટણની કતપુર એન્જીનીયરીંગ કોલેજ ખાતે બનાવવામાં આવેલસ્ટ્રોંગ રૂમ ખાતે લાવવામાં આવ્યા છે. અને ત્યાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગતરોજ પાટણ લોકસભા બેઠક માટે સાત વિધાનસભા મત વિસ્તારના 2073 મતદાન મથકો ઉપર શાંતિપુર્ણ રીતે મતદાનની કાર્યવાહી પુર્ણ થઇ હતી. મતદાન બાદ તમામ ઇવીએમ મશીનો અને વીવીપેટ મશીનોને સીલ કરીને અલગ અલગ રીસીવીંગ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં લાવ્યા બાદ તેની ગણતરી કરીને પાટણ નજીક આવેલ કતપુર એન્જીનીયરીંગ કોલેજ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રુમ ખાતે લાવવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે કામગીરી આજ વહેલી સવાર સુધી ચાલી હતી સ્ટ્રોંગરુમની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને પોલિસ કર્મચારીઓ અને પીએસઆઇ અને પેરામીલીટ્રી ફોર્સની સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજરોજ જિલ્લા ચુંટણી અધિકારી અરવિંદ વિજયન , ઓબ્ઝર્વર સહિત અન્ય અધિકારીઓએ સ્ટ્રોંગ રુમની મુલાકાત લીધી હતી. આગામી 4 જૂનના રોજ એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.