પાટણ સોદાગર જમાત નજીકના ડેલામાં ગેસ સિલિન્ડર લિકેજ થતાં આગ ભભૂકી ઉઠી

પાટણ
પાટણ

પાલિકા પ્રમુખ ને જાણ થતાં ફાયર ફાઇટર મોકલી આગ પર કાબુ મેળવતા લોકો એ હાશકારો અનુભવ્યો

પાટણના અકબરી લોજ નજીક આવેલ સોદાગર બેઠક પાસેના ડેલામાં મંગળવારે રાત્રે ગેસ ના બાટલા નું રેગ્યુલેટર લીકેજ બનતા અને ડેલામાં રહેતા પરિવાર ના સભ્ય દ્વારા કોઈ વસ્તુ ગરમ કરવા પ્રાઈમસ પ્રગટાવતા અચાનક આગ ભભૂકી ઊઠતા પરિવારના સભ્યો એ આગને ઓલવવા ગેસ સિલિન્ડર પર ગાદલા નાખતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વિસ્તારમાં અફડાતફડી મચી જવા પામી હતી.

આ આગ લાગવાની ધટના ની પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારને ને જાણ થતા તેઓએ તાત્કાલિક પાલિકા ના ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર વિભાગ ના અધિકારી સ્નેહલ મોદી સ્ટાફ સાથે ફાયર ફાઈટર લઈને ધટના સ્થળે દોડી ગયા હતા અને પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

જોકે આ આગની ઘટનામાં પરિવારની ઘર વખરી બળીને ભસ્મ થતાં નુકસાન થવા પામ્યું હતું કોઈ જાન હાની ન થતાં વિસ્તાર ના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.