સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. આજે લગભગ પાંચ મિનિટ સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને એફિડેવિટ પર સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.

કોર્ટે કેજરીવાલને 2 જૂને કોઈપણ સંજોગોમાં સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમના ચૂંટણી પ્રચાર કરવા પર કોઈ રોક નથી. દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ 40 દિવસથી તિહાર જેલમાં બંધ છે. તેઓ આજે સાંજ સુધીમાં જેલમાંથી બહાર આવી શકે છે.

AAP નેતા અને મંત્રી આતિશીએ કહ્યું, ‘આ સત્યની જીત છે. બંધારણ અને લોકશાહીને બચાવવા માટે આગળ આવવા બદલ હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું. અરવિંદ કેજરીવાલ આજે સાંજે તિહાર જેલમાંથી બહાર આવશે. મને ખાતરી છે કે તેઓ દિલ્હી અને દેશની જનતાને સંબોધન કરશે.

AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું, ’40 દિવસમાં વચગાળાના જામીન મેળવવા એ ચમત્કાર કરતાં વધુ છે. આ SCના માધ્યમથી ભગવાનના એક સંકેત છે કે ભારતમાં જે પણ થઈ રહ્યું છે, તેમાં પરિવર્તનની જરૂર છે. અરવિંદ કેજરીવાલને ભગવાન બજરંગબલીના આશીર્વાદ છે અને આજે તેઓ જેલમાંથી બહાર આવશે. મને લાગે છે કે આ સામાન્ય વાત નથી અને તે મોટા હેતુથી જેલમાંથી બહાર આવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.